Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ : રેડ એલર્ટ જારી, દરિયા કિનારામાં પ્રવેશ પ્રતિબંધ

મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ : રેડ એલર્ટ જારી, દરિયા કિનારામાં પ્રવેશ પ્રતિબંધ

12 ફૂટ ઉંચા મોજા ઉછળવાની ચેતવણી : લોકલ ટ્રેન સેવાને અસર : અનેક માર્ગો પર જળબંબાકારથી ટ્રાફીક ડાયવર્ટ

મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારેવરસાદનો દોર જારી જ રહ્યો છે અને હજુ બે દિવસ અતિભારે મેઘસવારી રહેવાની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયા કિનારે જવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ગઇ રાતે પણ સતત વરસાદ વરસતો રહ્યો હતો.

મહાનગર મુંબઈમાં ગઇરાતે એકધારા વરસાદને પગલે અનેક ભાગોમાં જળબંબાકારની પરિસ્થિતિ યથાવત રહી હતી. હવામાન વિભાગ દ્વારા મુંબઈ, રાયગઢ અને થાણેમાં અનરાધાર વરસાદ વરસવાની ચેતવણી આપવાની સાથોસાથ રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. મુંબઈ કોર્પોરેશન દ્વારા દરિયા કિનારે નહીં જવા સૂચના જારી કરી છે અને દરિયા કિનારા પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આજે સાંજ સુધીમાં દરિયામાં વિકરાળ મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે. આજે સાંજે 12 ફૂટ ઉંચા મોજા ઉછળે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આજે સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસવાને પગલે પરા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. મોટાભાગનાં સબ-વેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક માર્ગોના રુટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. સેન્ટ્રલ રેલવેની લાઇન પર ભેખડ પડતા ટ્રેનોનો વ્યવહાર પણ ધીમો પડ્યો હતો અને મોટાભાગની ટ્રેનો મોડી પડી હતી.

મુંબઈ કોર્પોરેશન દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે, ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કરવામાં આવે ત્યારે દરિયા કિનારામાં લોકોને માત્ર સવારે 6 થી 10 જ પ્રવેશની છૂટ રહેશે. ત્યારબાદ દરિયા કિનારાઓમાં પ્રવેશ પ્રતિબંધ રહેશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!