મુંબઈ-મહારાષ્ટ્રમાં ‘આફત’નો વરસાદ : NDRF ની 17 ટીમો તૈનાત
મુંબઈમાં આખી રાત વરસાદમાં પાંચ ઇંચ પાણી વરસ્યું: સાયન, અંધેરી, મલાડ સહિતના ભાગો જળબંબાકાર થતાં બેસ્ટ બસોના રૂટ ડાયવર્ટ કરાયા
રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પાલઘર, પૂના, કોલ્હાપુર અને સતારામાં અનરાધાર વરસાદનું રેડ એલર્ટ : મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાન આસપાસ પણ પાણી ભરાતા તંત્ર ઉંધામાથે
નૈઋત્ય ચોમાસાના વરસાદની જમાવટ યથાવત જ રહી હોય અને વરસાદનું જોર સતત વધી રહયું હોય તેમ મુંબઈ-મહારાષ્ટ્રમાં ધમાકેદાર મેઘસવારી રહી છે. મુંબઇમાં આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો અને પાંચ ઇંચ પાણી પડી ગયું હતું. જ્યારે થાણેમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાન આસપાસ પણ પાણી ભરાઈ ગયા હતા.
રાજ્યભરમાં વરસાદમાં આફતની હાલત ઉભી થઇ રહી હોય તેમ રાયગઢ, રત્નાગીરી સહિતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ ઘોષીત કરવામાં આવ્યું છે અને રાજ્યભરમાં એનડીઆરએફની 17 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
ચોમાસાની સિસ્ટમ સતત સક્રિય હોવાના કારણોસર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં આખી રાત પાણી વરસતા અનેક પરા વિસ્તારોમાં જળબંબાકારની હાલત સર્જાઇ હતી. મહાનગરમાં અત્યાર સુધીમાં સિઝનનો 43 ટકા વરસાદ વરસી ગયો છે.
હવામાન વિભાગ દ્વારા હજી ભારે વરસાદની આગાહી કરવા સાથે ઓરેન્જ એલર્ટની ઘોષણા કરવામાં આવી છે. અનેક ભાગોમાં જળબંબાકાર વચ્ચે બેસ્ટની બસોના રુટ ડાયવર્ટ કરવા પડ્યા હતા. અંધેરી, મલાડ, સાયન જેવા ભાગોમાં માર્ગો પાણીથી લથબથ રહ્યા હતા અને વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો હતો.
બીજી તરફ સમગ્ર મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદની હાલત રહી છે. થાણેમાં આફતનો વરસાદ વરસ્યો હોય તેમ સમગ્ર શહેર પાણી-પાણી થઇ ગયું હતું અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસ આસપાસ પણ પાણી ભરાતા તાબડતોબ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.
હવામાન વિભાગે રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં શનિવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે પાલઘર, પૂના, કોલ્હાપુર અને સતારા માટે શુક્રવાર સુધી રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. મુંબઈ અને થાણે માટે 10 જુલાઈ સુધી રેડ એલર્ટની ઘોષણા કરવામાં આવી છે.
રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા મુંબઈ, થાણે સહિતનાં જિલ્લાઓમાં એનડીઆરએફની 17 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સતારા જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે ભેખડ ધસી પડવાની ઘટના નોંધાઈ હતી. મુંબઈનું પોવાઈ તળાવ ઓવરફલો થઇ જતાં તેના પાણી માર્ગો પર ધસી આવ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
