Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ગુજરાતમાં 40થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો પાંચ વર્ષથી ફરાર કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવી ઝડપાયો

ગુજરાતમાં 40થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો પાંચ વર્ષથી ફરાર કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવી ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રોયની ટીમે હરિયાણાના ગુડગાંવમાંથી દબોચી સ્થાનિક કોર્ટમાં રજૂ કરી કબ્જો મેળવી ગુજરાત લાવવા તજવીજ

ગુજરાતભરમાં ચાલીસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીને હરિયાણના ગુડગાંવમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી લીધો છે. તેની ધરપકડ બાદ સ્થાનીક કોર્ટમાં તેને રજુ કરી કબ્જો મેળવી ગુજરાત લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રોય અને ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે તે હરિયાણાથી ગુજરાતમાં દારૂનું સપ્લાયનું નેટવર્ક ચલાવી રહ્યો છે. જેના આધારે છેલ્લા ધણા સમયથી તેનું લોકેશન મેળવવા માટે ટેકનીક્લ સર્વલન્સ હાથ ધરાયું હતું. જેમાં તે ગુરૂગ્રામમાં એક વૈભવી ફલેટમાં રહેતો હોવાની બાતમી મળતા ર્નિલિપ્ત રોય અને તેમની ટીમ સતત વોચમાં હતી. જેમાં રવિવારે મોડી સાંજે તેને ઝડપી લેવાયો હતો. નાગદાન ગઢવી વર્ષ 2017થી નાસતો ફરતો હતો અને તેના વિરૂદ્ધ 40થી વધુ ગુના પણ નોંધાયા છે. નાગદાન ગઢવી મુળ સુરેન્દ્રનગર વઢવાણનો વતની છે અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતા કરતા તેણે વિદેશી દારૂ સપ્લાયનું સૌથી મોટું નેટવર્ક બનાવ્યું હતું. જેમાં તેના વિરૂદ્ધ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લ્લાઓમં ગુનો નોંધાઇ ચુક્યા છે

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!