દેશમાં ઈંધણનું સંકટ: અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની અછતના સમાચાર, સરકાર અને ઓઇલ કંપનીઓનું કહેવું સપ્લાય સામાન્ય છે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે
છેલ્લા કેટલાક દિવસોથી દેશના પેટ્રોલ પંપો પર પેટ્રોલની અછતના સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. એક તરફ પેટ્રોલિયમ ડીલરો દાવો કરે છે કે BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણનાં સપ્લાયમાં ઘટાડો કરી દીધો છે અને માગના માત્ર ચોથા ભાગનું જ ઓઈલ પૂરું પાડી રહ્યા છે, જ્યારે સરકાર અને તેલ કંપનીઓ દાવો કરે છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.
સરકારે કહ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં માગમાં વધારો થયો છે
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. મંત્રાલયે એ પણ માન્યું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવાં કેટલાંક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની માગ વધી છે. પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદન માગમાં ઉછાળાને પહોંચી વળવા માટેના પ્રયાસ કાર્યરત છે. જ્યારે માગમાં વધારો થવાનું કારણ કૃષિ પ્રવૃત્તિ જણાવાયું છે. ઓઈલ કંપનીઓએ ડેપો અને ટર્મિનલ પર સ્ટોક વધારીને આ સમસ્યાનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
