Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

નવું સંસદ ભવન ઓકટોબર સુધીમાં થશે તૈયાર

નવું સંસદ ભવન ઓકટોબર સુધીમાં થશે તૈયાર

સંસદનું આગામી શિયાળુ સત્ર નવા સંસદ ભવનમાં શરૂ થઈ શકે
દેશના દરેક ગરીબને લાગવું જોઈએ કે નવું સંસદ ભવન પોતાની ઝુંપડી છે: વડાપ્રધાનનો નિર્માણ સ્થળે શ્રમિકો સાથે રસપ્રદ સંવાદ

દેશના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, લગભગ 62 ટકા સુધીનું કામ પુરું થઈ ગયું છે. 30 ઓકટોબર 2022ના સંસદની નવી ઈમારત તૈયાર કરી સોંપી દેવામાં આવશે. આ વર્ષે શીતકાલીન સત્ર નવા સંસદ ભવનમાં જ શરૂ થશે. પ્રવેશદ્વાર પર મોટા અક્ષરોમાં ‘સત્યમેવ જયતે’ અંકીત કરવામાં આવ્યું છે.

આઠ તબકકામાં બન્યો અશોક સ્તંભ: વડાપ્રધાન મોદીએ સોમવારે નવા સંસદ ભવનની છત પર બનેલ રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ રાષ્ટ્રીય પ્રતીક માટી સ્વરૂપ, કોમ્પ્યુટર ટ્રાફીકથી લઈને કાંસ્ટમાં ઢાળવા અને પોલીસ કરવા સહિત આઠ તબકકામાંથી પસાર થઈ તૈયાર થયું છે.

દરેક ગરીબનું ઝુંપડું છે સંસદ!: મોદી: જયારે વડાપ્રધાન મોદી નવા સંસદના નિર્માણ સ્થળે આવી પહોંચ્યા ત્યારે ખુશી વ્યક્ત કરતા એક શ્રમિકે કહ્યું હતું કે આ ભગવાન રામના શબરીની ઝુંપડીમાં આવવા જેવું છે તો મોદીએ પણ હળવા અંદાજમાં જવાબ આપ્યો કે વાહ, વાહ, આ આપની જ ઝુંપડી છે. દેશના દરેક ગરીબ વ્યક્તિને લાગવું જોઈએ કે આ (નવું સંસદ ભવન) તેમની ઝુંપડી છે. જયારે મોદીએ મજૂરોને પુછયું કે આપ એક ભવન બનાવી રહ્યા છો કે ઈતિહાસ? ત્યારે શ્રમિકોએ એકી અવાજે કહ્યું ઈતિહાસ.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!