Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રાજકોટ જિલ્લાનાં 3 સહિત સૌરાષ્ટ્રનાં 14 ડેમોમાં નવા નિરની આવક

રાજકોટ જિલ્લાનાં 3 સહિત સૌરાષ્ટ્રનાં 14 ડેમોમાં નવા નિરની આવક

* 24 કલાકમાં જ દ્વારકાના સોનમતી ડેમમાં 24 ફૂટ નવા પાણીની આવક
* રાજકોટ જિલ્લાનાં વેણુ-2, આજી-3 અને ભાદર-2માં પણ અડધાથી પોણો ફૂટ નવા નીર ઠલવાયા

રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નિરની આવક યથાવત રહી છે અને આજે સવારે 7 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટના 3 સહિત સૌરાષ્ટ્રના 14 ડેમોમાં નવા નિરની આવક થવા પામી છે.ખાસ કરીને દ્વારકા જિલ્લાના સોનમતી ડેમમાં નોંધપાત્ર નવા નિરની આવક થઇ છે.રાજકોટ સિંચાઈ વર્તુળના ફલડ સેલના જણાવ્યાનુસાર દ્વારકા જિલ્લાના સોનમતી ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23.95 ફૂટ જેટલી નવા નિરની ધીંગી આવક થવા પામી છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના વેણુ-2, આજી-3 અને ભાદર-2 ડેમમાં પણ નવા નિર આવ્યા છે. વેણુ-2માં 0.33 ફૂટ, આજી-3માં 0.10 ફૂટ અને ભાદર-2માં પોણો ફૂટ નવું પાણી ઠલવાયું છે. જ્યારે મોરબી જિલ્લાના 10 ડેમો પૈકી મચ્છુ-3માં 0.33 ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના 22 ડેમો પૈકી 5 ડેમોમાં નવા પાણીની આવક થવા પામી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જામનગરના ફોફળ-2 ડેમમાં દોઢ ફૂટ, ઉંડ-2 ડેમમાં 0.16 ફૂટ, વાડીસંગ ડેમમાં 2 ફૂટ, ફુલઝર (કોબા)માં 1 ફૂટ અને ઉમિયાસાગર ડેમમાં અર્ધો ફૂટ જેટલા નવા પાણીની આવક થઇ છે.

આ ઉપરાંત દ્વારકા જિલ્લાના શેઢાભાડથરી ડેમમાં અડધો ફૂટ અને કાબરકા ડેમમાં સવા ચાર ફૂટ જેટલું પાણી છેલ્લા 24 કલાકમાં ઠલવાયું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમો પૈકી 2 ડેમોમાં નવા નિરની આવક થવા પામી છે. જેમાં વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા) ડેમમાં પોણો ફૂટ અને ત્રિવેણીઠાંગા ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!