Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

પેટ્રોલમાં હવે દૈનિક ભાવ સમીક્ષા નીતિમાં થઈ શકે છે બદલાવ: ક્રુડતેલના ભાવ સ્થિર થયા બાદ નિર્ણય લેવાશે

પેટ્રોલમાં હવે દૈનિક ભાવ સમીક્ષા નીતિમાં થઈ શકે છે બદલાવ: ક્રુડતેલના ભાવ સ્થિર થયા બાદ નિર્ણય લેવાશે

ક્રુડતેલ સસ્તુ થયું પણ પેટ્રોલ-ડિઝલના ભાવ ચાર માસથી યથાવત: રાંધણગેસ-વિમાની ઈંધણની જેમ પખવાડિક સમીક્ષા થઈ શકે છે.

દેશમાં પેટ્રોલ-ડિઝલના રેકોર્ડબ્રેક ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડતેલની કિંમતમાં નવા રેકોર્ડ બન્યા પછી પણ હવે જે રીતે ભારતીય બાસ્કેટના બ્રેન્ટક્રુડના ભાવ હવે 115-117 ડોલર પ્રતિબેરલમાંથી ઘટીને 100 ડોલરની આસપાસ આવી ગયા છે છતા પણ ઓઈલ કંપનીઓ દ્વારા ખાસ કરીને પેટ્રોલના ભાવમાં ઘટાડો નહી કરતા હવે સરકાર એકશનમાં આવી શકે છે.

જો કે દેશમાં પેટ્રોલ-ડિઝલના વેચાણમાં સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓથી જ લગભગ મોનોપોલી ધરાવે છે અને ખાનગી કંપનીઓ તેમના ભાવે પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરે છે. સરકારે મે 2017થી પેટ્રોલ-ડિઝલના ભાવમાં દૈનિક વધારો ઘટાડો કરવા સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓને સતા આપી છે જયારે વિમાની ઈંધણ તથા રાંધણગેસના ભાવમાં દર 15 દિવસે સમીક્ષા થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ઉંચા ભાવ વચ્ચે સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ આ વર્ષે તા.7 એપ્રિલથી પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહ્યા છે.

જયારે એપ્રિલથી જુલાઈ સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડતેલના ભાવ ઘટતા ઓઈલ માર્કેટીંગ કંપનીઓ 10-15% ભાવ ઘટાડી શકે તેવી સ્થિતિ બની છે. સરકારે મે માસમાં પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ઘટાડી હતી પણ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ તેની તરફથી કોઈ ભાવ ઘટાડયા નથી. ઓઈલ માર્કેટીંગ કંપનીઓનો દાવો છે કે પેટ્રોલ-ડિઝલના વેચાણમાં તેઓને અન્ડર રીકવરી છે અને ખાનગી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ મુજબ સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડિઝલ વેચવાના બદલે નિકાસ કરે છે અને તેથી સરકારે ખાનગી કંપનીઓની પેટ્રોલ, ડીઝલ નિકાસ પર ખાસ વિંડફોલ, ટેક્ષ લગાવ્યો છે.

જેથી તેઓ ઘરઆંગણે વેચવા માટે મજબૂર થાય. હવે સરકારી કંપનીઓ પેટ્રોલ-ડિઝલના ભાવમાં કયારે સમીક્ષા કરશે તેના પર નજર છે તથા દૈનિક ભાવ સમીક્ષા ખાસ કરીને પેટ્રોલ માટે 2દ કરી તેના રાંધણગેસ તથા વિમાની ઈંધણની જેમ પખવાડીક ભાવ પદ્ધતિ અમલમાં આવી શકે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!