દેશમાં પેટ્રોલ-ડિઝલની અછતના સર્જાયેલા વાતાવરણ બાદ કેન્દ્ર સરકાર એકશનમાં: ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપો માટે હવે સરકારી આદેશનું પાલન ફરજીયાત
દેશના અનેક ભાગોમાં પેટ્રોલ-ડિઝલની અછત અને ખાસ કરીને ખાનગી કંપનીઓના પેટ્રોલપંપો બંધ થઈ જતા સર્જાયેલી પરીસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે હવે ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપોને પણ યુનિવર્સલ સર્વિસ ઓબ્લીગેશન હેઠળ આવરી લીધા છે અને ખાનગી કંપનીઓના રીટેલ આઉટલેટને સરકારી આદેશનું પાલન કરવું પડશે તથા તેમના કામકાજનો સમય પેટ્રોલ-ડીઝલ વિ.નો સ્ટોક વિ. માહિતી પણ સરકારને આપવી પડશે અને તેઓ પોતાના સમયે બંધ કરી શકશે નહી.
સરકારે દેશમાં કાર્યરત ત્રણ ખાનગી પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનું મર્યાદીત વેચાણ કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેની સરકારી કંપનીઓના પેટ્રોલ-ડીઝલ વેચાણ પર દબાણ વધતા દેશના અનેક રાજયોમાં પેટ્રોલ-ડિઝલની અછત જેવી પરીસ્થિતિ બની હતી. ખાનગી કંપનીઓ તેમના ડોમેસ્ટીક વેચાણને ઘટાડીને નિકાસમાં ઉંચા ભાવ મળતા હોવાથી કમાણી કરી રહી છે.
ખાસ કરીને ગ્રામીણ સહિતના ક્ષેત્રોમાં પેટ્રોલ-ડિઝલની અછત તથા મહાનગરોમાં જે રીતે સરકારી પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળે છે તેનાથી જનતામાં ખોટો સંદેશ જાય છે અને તેથી હવે સરકારે કંપનીઓ જેમકે રીલાયન્સ, શેલ, નાયરા વિ.ને પણ તેના પેટ્રોલ પંપ સંચાલનમાં સરકારી આદેશોનું પાલન કરવું પડે તે જોગવાઈ કરી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
