Dark Mode
Saturday, 11 April 2026
Logo banner

કાનપુર પહોંચ્યા PM મોદી: જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન, રેકોર્ડ 28 મહિનામાં તૈયાર થયો 296 કિમી લાંબો હાઈવે

કાનપુર પહોંચ્યા PM મોદી: જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન, રેકોર્ડ 28 મહિનામાં તૈયાર થયો 296 કિમી લાંબો હાઈવે

ઉત્તરપ્રદેશને આજે નવો બુંદેલખંડ એક્સપ્રેસ-હાઈવે મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાનપુર પહોંચી ગયા છે. અહીં એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજે જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કરશે.

296 કિમી લાંબો એક્સપ્રેસ-વે ચિત્રકૂટથી શરૂ થશે અને 7 જિલ્લામાંથી પસાર થઈને ઈટાવામાં ખતમ થશે. ઈટાવામાં તે લખનઉ-આગરા એક્સપ્રેસ વે સાથે જોડાશે. એટલે કે હવે બુંદેલખંડથી દિલ્હીનું અંતર સરળ થઈ જશે.

વડાપ્રધાન સવારે 11.20 વાગે ઉરઈના કથેરી ગામ પહોંચશે. સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વડાપ્રધાન અહીં એક જનસભાને પણ સંબોધન કરશે. આ પહેલાં વડાપ્રધાન બુંદેલખંડમાં 19 નવેમ્બર 2021ના રોજ આવ્યા હતા. વડાપ્રધાને મહોબામાં 3,250 કરોડછી બનેલી અર્જુન સહાયક પરિયોજનાનું ઉદ્ધાટન કર્યું હતું.

ફેબ્રુઆરી-2020માં વડાપ્રધાને કર્યો હતો શિલાન્યાસ
આ એક્સપ્રેસ-વેને બનાવવા માટે 36 મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ તે રેકોર્ડ 28 મહિનામાં જ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી-2020માં વડાપ્રધાને તેનો શિલાન્યાસ કર્યો હતો. આ યુપીનો ચોથો એક્સપ્રેસ-વે છે. આ હાઈવે 4 લેનનો બનાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં તે 6 લેનનો પણ કરી શકાય છે.

હાઈ-વેની સાઈડમાં 7 લાખ ઝાડ લગાવવામાં આવશે
આ એક્સપ્રેસ હાઈવે ચિત્રકૂટ જિલ્લાના ભરતકૂટ વિસ્તારની પાસે ગોંડા ગામે પૂરો થાય છે. એક્સપ્રેસ-વે પર 3.75 મીટર પહોળો સર્વિસ લેન છે. તેના કિનારે 7 લાખ ઝાડ લગાવવામાં આવશે. બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે બનાવવામાં 14,850 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

દર બે કિલોમીટરે કમાન્ડો તહેનાત
વડાપ્રધાન આજે અહીં આવવાના હોવાથી એક્સપ્રેસ ટોલ પ્લાઝા સુધી દર બે કિલોમીટરે કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા છે. એસપીજીના હેલીકોપ્ટર કાર્યક્રમ સ્થળે હવાઈ સર્વે કરી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટીએ કૈથેરી ગામમાં દરેક છત પર પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. હાઈવેની બંને બાજુ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. જનસભા સ્થળથી અંદાજે 3 કિમી પહેલાં પાંચ જગ્યાઓએ વાહનના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચિત્રકૂટથી દિલ્હીનું અંતર હવે 6થી 7 કલાકમાં પુરૂ થશે
પહેલાં ચિત્રકૂટથી કાનપુર અને પછી ઈટાવા, આગરાના રસ્તે થઈને દિલ્હી જવું પડતું હતું. આ મુસાફરીમાં અંદાજે 12થી 14 કલાકનો સમય લાગતો હતો. સફરનું અંતર માત્ર 700 કિલોમીટર હતું. પરંતુ હવે બુંદેલખંડ એક્સપ્રેસ-વે બન્યા પછી આ અંતર માત્ર 626 કિલોમીટર રહ્યું છે. એટલે કે આ અંતર હવે માત્ર 6-7 કલાકમાં પુરૂ થઈ જશે. એક્સપ્રેસ-વેની પહોળાઈ 100 મીટર રાખવામાં આવી છે. ચાલીને જતા લોકો માટે અને પશુઓ માટે અંડરપાસ બનાવવામાં આવ્યા છે.

એક્સપ્રેસ-વે બુંદેલખંડની તસવીર બદલી દેશે
મુસાફરી સરળ બનાવશે: ભવિષ્યમાં ગોરખપુર લિંક એક્સપ્રેસ-વે, પ્રયાગરાજ એક્સપ્રેસ-વે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સાથે જોડાતા આખા રાજ્યમાં મુસાફરી સરળ થઈ જશે. 200 ગામડાઓને થશે ફાયદો: બુંદેલખંડ એક્સપ્રેસ-વેમાં સામેલ બુંદેલખંડના 7 જિલ્લાના 200થી વધારે ગામડાઓને તેનો ફાયદો મળશે. તેમાં બુંદેલખંડના 150થી વધારે ગામડાઓ સામેલ છે.

બુંદેલખંડમાં પાયો પાક્કો કરી રહી છે ભાજપ
એક્સપ્રેસ-વે અને ડિફેન્સ કોરિડોરના નામે ભાજપ બુંદેલખંડમાં તેમનો ગઢ મજબૂત કરી રહી છે. ભલે બુંદેલખંડમાં લોકસભાની ચારેય લોકસભા સીટ બીજેપી પાસે હોય. તેમ છતાં પાર્ટી મિશન-2024ને અત્યારથી મજબૂત કરવામાં લાગી ગઈ છે.

બુંદેલખંડની દરેક ચાર લોકસભા સીટ બાંદા-ચિત્રકૂટ-હમીરપુર-મહોબા, જાલૌન અને ઝાંસી-લલિતપુરમાં ભાજપે 2014માં પણ જીત મેળવી હતી. આ રીતે ઝાંસી, ચિત્રકૂટ, બાંદા, મહોબા, લલિતપુર, જાલૌન, હમીરપુર આ 7 જિલ્લાની 19 વિધાનસભા સીટોમાંથી 16 સીટો બીજેપીએ જીતી હતી. 3 સીટો સમાજવાદી પાર્ટીને મળી હતી.

કાનપુર પહોંચ્યા PM મોદી: જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન, રેકોર્ડ 28 મહિનામાં તૈયાર થયો 296 કિમી લાંબો હાઈવે

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!