વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢ મંદિરના શિખરે ‘સદીઓ’ બાદ ‘ધ્વજા’ ફરકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાકાળી મંદિરના શિખરે ધ્વજારોહણ : 15મી સદીમાં આક્રમણ બાદ શિખરને નુકશાન થયું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આવતીકાલે સદીઓ પછી પાવગઢના મહાકાળી મંદિરે ધ્વજા ફરકાવશે. સદીઓ પછી મંદિર પર ધ્વજારોહણ થશે. આ મામલે ભાવિકોમાં પણ કુતુહલ સર્જાયુ છે. કારણ કે સદીઓથી કેમ ધ્વજા ફરકતી ન હતી. આ મામલે ટ્રસ્ટીઓ દ્વારા પણ મહત્વનો ફોડ પાડવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પાવાગઢની મુલાકાતે આવવાના છે. મહાકાળી મંદિરમાં પૂજા કરશે અને મંદિરમાં ધ્વજા ચડાવશે તે પૂર્વે ભૈરવ મંદિરના દર્શન કરશે. આ સિવાય વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિસ્તાર વનની પણ મુલાકાત લેશે. રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એવો દાવો કર્યો હતો કે 500 વર્ષની આ ઐતિહાસિક ઘટના હશે.
પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટીના કહેવા પ્રમાણે 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે મંદિરના શિખરને નુકશાન થયું હતું. એટલું જ નહીં ત્યાં દરગાહ પણ હતી એટલે ધ્વજા ફરકાવવાનું યોગ્ય ન હતું. આ સમયગાળામાં જ દરગાહનું નિર્માણ થયું હોય તેમ મનાય છે. સદનશાહ પીરની દરગાહ તરીકે તેમની ઓળખ છે.જુદી-જુદી કથા પ્રચલિત છે. પરંતુ તેના વિશે કોઇ નક્કર માહિતી નથી. પાવાગઢના જ નિવૃત પ્રોફેસર ઘનશ્યામ જોષીના કહેવા પ્રમાણે 1484 પછી દરગાહ અસ્તિત્વમાં આવ્યાનું માની શકાય છે. આક્રમણ પછી પાવાગઢને નુકશાન થયું હતું પરંતુ તે હવે સરખુ કરી લેવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને દરગાહના સતાવાળાઓ વચ્ચે સમજુતી થઇ હતી અને મંદિરની નજીકના સ્થળે દરગાહ ખસેડવામાં આવી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
