Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર: બંધ કરાયેલ નાઇટ એલાઉન્સ ફરી શરૂ થશે

રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર: બંધ કરાયેલ નાઇટ એલાઉન્સ ફરી શરૂ થશે

સુપર વાઇઝર, સ્ટેશન માસ્તર, રનીંગ સ્ટાફ વગેરેને એલાઉન્સનો લાભ મળશે

રેલ કર્મચારીઓ માટે ખુશ ખબર છે. રેલ કર્મચારીઓનું નાઇટ એલાઉન્સ 2017માં બંધ કરાયું હતું. તે હવે ફરીથી ચાલુ કરાયું છે. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન (એનએફઆઇઆર)ના રાષ્ટ્રીય મહાસચીવ એમ. રઘુવઇયાએ બુધવારે જણાવ્યું હતું કે, દેશના વિભિન્ન ઝોનમાં કાર્યરત કર્મચારી કે જેમની બેઝિક સેલેરી 43000 રૂપિયાથી વધુ છે અને રેલ મંત્રાલયે 1 જુલાઇ 2017થી તેમને મળતું નાઇટ એલાઉન્સ બંધ કરી દીધું હતુ તે હવે ફરીથી ચાલુ કરવા રેલવે સહમત થયું છે.

અને નાણા મંત્રાલય સાગે સહમતી થઇ છે. નાણા મંત્રાલય દ્વારા પત્ર જાહેર થયા બાદ કર્મચારીઓને તેનો લાભ મળવો શરૂ થશે. આ નિર્ણયથી 6000 જેટલા સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર વગેરેને લાભ થશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!