Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ચોમાસની હજી શરૂઆત થઈ ત્યારે જ પીજીવીસીએલને એક મહિનામાં સાત કરોડનું નુકસાન: મહિનામાં 8157 ફિડર બંધ

ચોમાસની હજી શરૂઆત થઈ ત્યારે જ પીજીવીસીએલને એક મહિનામાં સાત કરોડનું નુકસાન: મહિનામાં 8157 ફિડર બંધ

પીજીવીસીએલના પ્રાથમિક સર્વેમાં નુકસાનની બહાર આવેલી વિગતો, ચોમાસુ પૂર્ણ થયા બાદ ખરેખર નુકસાનીનો સાચો અંદાજ બહાર આવશે : એમડી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલના બાહોશ અને કાર્યદક્ષ ઇજનેરોની ટીમ લાઇનમેન સાથે ગામડાઓ ખુંદી રહી છે : વીજ પુરવઠો પૂર્વવત કરવા ક્વાયત : સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પડેલા વરસાદથી વિજળી ગુલની 70 ફરિયાદ રાજકોટ શહેરમાં 25 ફરિયાદ મળી : 140 વીજ પોલ ધરાશાયી

જૂનના બીજા સપ્તાહ બાદ ચોમાસાની જમાવટ શરુ થઇ અને સમયાંતરે સારો વરસાદ પડી ગયો પરિણામે સૌથી વધારે પીજીવીસીએલને એક જ મહિનામાં કરોડોનું નુકસાન થયું છે. અગાઉ વાવાઝોડા વખતે ગત વર્ષે પણ અમરેલી, ગીરસોમનાથ પંથકમાં પડેલા ભારે પવન સાથે વરસાદના પગલે સૌથી વધારે વિજળીના થાંભલા, ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ હતુ જેને ઉભા કરતા ત્રણથી પાંચ મહિના લાગ્યા હતા. આ વખતે પણ જૂનમાં પડેલા વરસાદથી અને જુલાઇમાં હજુ છ દિવસ માંડ પસાર થયા છે તેવામાં રાજકોટ શહેર, ગ્રામ્ય તેમજ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલના 8157 ફિડર ઠપ્પ (બંધ) થઇ ગયા હતા જ્યારે 2862 વિજળીના થાંભલા ધરાશાયી તેમજ નુકસાન થયાનું પીજીવીસીએલના પ્રાથમિક સર્વેના તારણમાં બહાર આવ્યું છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, ચોમાસુ શરુ થયુ ત્યારથી આજ દિવસ સુધીમાં 171 ટ્રાન્સફોર્મરને વરસાદના કારણે નુકસાન થયું હતુ. અંદાજે એક મહિનામાં પીજીવીસીએલને રૂ. 7 કરોડનું નુકસાન થયાનું બહાર આવ્યું છે જો કે, સત્તાવાર રીતે ચોમાસા બાદ પીજીવીસીએલ દ્વારા સર્વે થયા બાદ નુકસાનની સાચી વિગતો બહાર આવશે. 8157 ફિડરમાંથી 7948 ફિડર રિપેરીંગ કરી શરુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 2862 વિજળીના 2722 વિજળીના પોલ રિપેરીંગ કરી ફરી ઉભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે 171 ટ્રાન્સફોર્મરમાંથી 163 ફરી શરુ થયા છે. છેલ્લા એક સપ્તાહમાં જ પીજીવીસીએલને સારુ એવુ નુકસાન થયાનો અંદાજ બહાર આવ્યો છે.

પીજીવીસીએલના બાહોશ અને કાર્યદક્ષ ઇજનેરોની ટીમ લાઇનમેનને સાથે રાખી દિવસ-રાત ઉજાગરા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પાણી ભરાઇ ગયા હોય તેવા વિસ્તારોમાં જાનના જોખમે હોડીમાં ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરી રહ્યા છે. એમ.ડી. વરૂણકુમારના માર્ગદર્શન હેઠળ ચોમાસામાં વિજળીના કારણે કોઇ દૂર્ઘટના કે અંધારપટ્ટ ન છવાય અને તાકીદે વીજ પુરવઠો મળે તે દિશામાં સ્ટાફ કામ કરી રહ્યો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!