રાષ્ટ્રપતિ પદની ચૂંટણી: PM નરેન્દ્ર મોદી, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન
આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો પક્ષ મતોની દ્રષ્ટિએ મજબૂત નજર આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં આજે ગાંધીનગર ખાતે પોતાનો મત આપ્યો. બીજી તરફ ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે લખનૌ ખાતે કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું.
આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં દેશભરના લગભગ 4,800 ધારાસભ્ય અને સાંસદો મત આપશે. NDA તરફથી દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર છે તો વિપક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. મતોનું ગણિત જોતા NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલડું ભારે નજર આવી રહ્યું છે.
સંસદ ભવનમાં પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થશે. સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન થશે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.મતદાનનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે. દ્રૌપદી મુર્મૂની જીતથી આદિવાસી સમુદાયની મહિલા માટે પ્રથમ વખત દેશના ટોચના બંધારણીય પદ પર પહોંચવાનું શક્ય બનશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
