Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મંજુરી વગર રજા પર જનાર કર્મચારીની બરતરફી એ વધુ પડતી સજા: સુપ્રીમ

મંજુરી વગર રજા પર જનાર કર્મચારીની બરતરફી એ વધુ પડતી સજા: સુપ્રીમ

સુરક્ષા દળોની નોકરીના નિયમ સિવિલ જોબમાં લાગું થઈ શકે નહી

કેન્દ્રના કર્મચારીને પેન્શન લાભો સાથે ફરજીયાત નિવૃત કરવા આદેશ
નવી દિલ્હી: સરકારી કર્મચારીઓ માટે એક મહત્વની રાહતમાં સર્વોચ્ચ અદાલતે મંજુરી વગર કે બિન અધીકૃત રીતે રજા પર જનાર કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવાની સજાને વધુ પડતી આકરી ગણાવી કોઈ ઓછી કડક સજા કરવાના સૂચન સાથે સંબંધીત કર્મચારીને પેન્શનના લાભો સાથે ફરજીયાત નિવૃતિ પર મોકલવા આદેશ આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સુર્યાકુમાર તથા જે.બી.પારડીવાલા ની ખંડપીઠે કેન્દ્ર સરકારના એક કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવાના કેન્દ્રના ખાણ વિભાગના આદેશને રદ કર્યો હતો અને પેન્શન લાભો સાથે ફરજીયાત નિવૃતિનો આદેશ કર્યો હતો.

કેન્દ્રના આ કર્મચારી 2000ના વર્ષમાં 100 દિવસની બિન અધિકૃત કે મંજુર કરાવ્યા વગર જ રજા પર ઉતરી ગયા હતા અને આ કર્મચારી હાજર ન થતા તેને નોકરીમાંથી બરતરફ કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટે રદ કરી આ કર્મચારીને પુન: નોકરી પર લઈ લેવાનો ચુકાદો આપ્યો હતો. જેની સામે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં અપીલ કરી હતી. સરકારની દલીલ હતી કે સંબંધીત કર્મચારી વારંવાર યોગ્ય કારણો વગર અને પુર્વ મંજુરી વગર રજા પર જવા ટેવાયેલા છે.

સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યુ કે મંજુરી વગર કે બિન અધિકૃત રીતે રજા પર જવું એ કર્મચારી માટે શિસ્તભંગ જ છે અને સંરક્ષણદળોમાં આ પ્રકારના કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તે યોગ્ય હોઈ શકે છે પણ સિવિલ જોબમાં આ નિયમો લાગુ પડી શકે નહી.

બરતરફીની સજા ખૂબ જ આકરી છે. આ કર્મચારીને બરતરફ કર્યાના બે દશકા વિતી ગયા હોવાથી નોકરીમાં પુન: લેવા એ કોઈ અર્થહીન છે અને તેથી તેને નિવૃતી લાભો સાથે ફરજીયાત નિવૃત ગણીને જે મળવાપાત્ર લાભો હોય તે આપવાના રહેશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!