Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના આઠ દિવસના રિમાન્ડ મંજુર

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના આઠ દિવસના રિમાન્ડ મંજુર

નવી દિલ્હી: સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આજે અમૃતસર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 6 જુલાઈ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. અમૃતસરના ACP પલવિંદર સિંહે આ જાણકારી આપી.

સોમવારે પોલીસ રિમાન્ડ પૂરા થતાં તેને ખરારથી લાવી કડક સુરક્ષા વચ્ચે માણસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી અમૃતસર પોલીસે લોરેન્સ બિશ્નોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી અને કોર્ટે તે મંજૂર કરી. કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ અમૃતસર પોલીસ લોરેન્સ બિશ્નોઈ સાથે રવાના થઈ ગઈ હતી. લોરેન્સને મંગળવારે અમૃતસર કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. પ્રોડક્શન માટે પોલીસે કોર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!