Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

કાલથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ: વેપારીઓ-લોકોની વધશે મુશ્કેલી

કાલથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ: વેપારીઓ-લોકોની વધશે મુશ્કેલી

દેશમાં દૂધથી લઈ શેમ્પુ સુધીના પેકિંગ માટે વપરાય છે સિંગલ યુઝ પ્લાસ્ટિક: અમૂલ કંપનીએ પ્રતિબંધ પર રોક લગાવવા કરી માંગ પણ સરકાર અટકાવવાના મૂડમાં નથી

આવતીકાલથી આખા દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગુ પડી જશે. સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકથી તૈયાર થનારા ઉત્પાદનો ઉપર દેશભરમાં સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવશે. આ ઉત્પાદનોને 30 જૂન બાદ બનાવવા, વેચવા, સ્ટોર કરવા, તેમાં ભરીને સામાન વેચવા અને નિકાસ કરવા પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવાશે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકારે આ પગલું સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણ પર થનારા નુકસાનને ઓછું કરવાના હેતુથી ઉઠાવ્યું છે.

જેમ કે નામથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું એ રૂપ છે જેનો આપણે એક વખત ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ. સરકાર જે વસ્તુઓને પ્રતિબંધિત કરવા જઈ રહી છે તેમાંથી લગભગ 19 પ્રકારના ઉત્પાદનો એવા છે જેમાં ખાવા-પીવાની વસ્તુઓના પેકેજિંગમાં ઉપયોગ થનારા પ્લાસ્ટિક, ઠંડા પદાર્થો સાથે અપાતી સ્ટ્રો, ફુગ્ગામાં લાગેલી પ્લાસ્ટિક સ્ટિક, કેન્ડી સાથે જોડાયેલી સ્ટીક, થર્મોકોલથી બનેલા કપ-પ્લેટ, પ્લાસ્ટિક ગ્લાસ અને દૂધ તેમજ શેમ્પુના પેકેજિંગ માટે ઉપયોગ થનારા પ્લાસ્ટિક, સાથે જ દસ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકનો તમામ સામાન આવે છે.

અત્યારે દેશમાં પેકેજિંગ ઈન્ડસ્ટ્રીમાં મોટાપાયે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમયાંતરે દેશના અનેક રાજ્યોએ આ પ્લાસ્ટિક્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવાની જોગવાઈ કરી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ પણ દેશમાં 90%થી વધુ ખાદ્ય પદાર્થ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં જ પેક થઈને ગ્રાહકો પાસે પહોંચી રહ્યા છે. દૂધ, તેલ, સાબુ, શેમ્પુ, ચોકલેટ અને ઠંડાપીણા સાથે જોડાયેલા ઉત્પાદનોમાં મોટાપાયે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થવાથી અમૂલ, પાર્લે એગ્રો, મધર ડેરી, ડાબર જેવી નામી કંપનીઓના ઉત્પાદનો પણ પ્રભાવિત થઈ જશે. એક જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત બાદ દેશના ઉદ્યોગોએ સરકારને તેની સમયસીમા વધારવાની માંગ કરી છે. અમૂલ જેવી કંપનીએ પણ સરકારને પત્ર લખીને આ નિર્ણયને ટાળવાનો અનુરોધ કર્યો હતો. જો કે સરકાર હજુ અત્યાર સુધીમાં આ નિર્ણય પર રોક લગાવવા અંગેનો કોઈ જ નિર્ણય લીધો નથી.

દરમિયાન અનેક કંપનીઓએ પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ પેપર સ્ટ્રોની આયાત કરવાનું શરૂ કરી દીધું છે જેથી તેઓ પોતાની પ્રોડક્ટ સાથે પેપર સ્ટ્રો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવી શકે. જો કે કંપનીઓને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકની તુલનામાં ઘણું જ મોંઘું પડી રહ્યું છે. ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે પેપર સ્ટ્રો પ્લાસ્ટિકથી બનેલી સ્ટ્રોની તુલનામાં ચાર ગણી મોંઘી હોય છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!