હજુ તબિયત ઠીક નથી એટલે હાજર થવા સમય આપો: સોનિયાના આગ્રહનો EDએ સ્વીકાર કર્યો
નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે આજે સોનિયા ગાંધીએ હાજર થવાનું હતું: જો કે નાદૂરસ્ત તબિયતને કારણે હાજર થઈ શકે તેમ ન હોવાથી વધુ સમય અપાયો
નવીદિલ્હી: કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ઈડી સમક્ષ પોતાને હાજર થવાની તારીખ થોડો સમય આગળ વધારવા માટેનો આગ્રહ કર્યો હતો. ઈડીએ નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસ પ્રમુખના સમન્સને ટાળવાના લેખિત અનુરોધનો સ્વીકાર કરી લીધો છે. પૂછપરછ માટે હવે તપાસ એજન્સી તેમને નવી તારીખ આપી શકે છે.
તાજેતરમાં જ સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા મળી છે જ્યાં તેઓ કોરોના સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને કારણે દાખલ થયા હતા. આ અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે સોનિયા ગાંધીને ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. આવામાં તેમણે ગઈકાલે ઈડીને પત્ર લખીને કહ્યું છે કે તેમના હાજર થવાની તારીખને થોડા સપ્તાહ માટે ટાળવામાં આવે.
75 વર્ષીય સોનિયા ગાંધીને 8 જૂને મની લોન્ડ્રીંગ મામલે ઈડી સામે રજૂ થવાનું હતું પરંતુ તેમણે પોતાને થયેલા કોરોનાને કારણે તપાસ એજન્સી પાસે વધુ સમય માંગ્યો હતો. એજન્સીએ તેમને 23 જૂને રજૂ થવા માટે એક નવું સમન્સ જાહેર કર્યું હતું.
કોંગ્રેસે કેન્દ્ર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે અને સંપૂર્ણ કાર્યવાહીને રાજકીય બદલાનો કરાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ઈડીએ રાહુલ ગાંધીની અંદાજે 50 કલાક કરતાં વધુ સમય સુધી પૂછપરછ કરી લીધી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!