Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

વધુ એક ખાનગીકરણ સફળ: એર ઈન્ડિયા બાદ સરકારી કંપની એનઆઈએનએલ ટાટાની થઈ

વધુ એક ખાનગીકરણ સફળ: એર ઈન્ડિયા બાદ સરકારી કંપની એનઆઈએનએલ ટાટાની થઈ

એર ઈન્ડીયા બાદ વધુ એક સરકારી કંપની ટાટાની થઈ છે. પબ્લીક સેકટરની કંપની નીલાચલ ઈસ્પાત નિગમ લીમીટેડ (એનઆઈએનએલ)ના ખાનગીકરણની પ્રક્રિયા સોમવારે ગઈકાલે જ પુરી થઈ હતી. હવે તેની કમાન ટાટા ગ્રુપની કંપની ટીએસએલપીને સોંપી દેવાઈ છે. આ જાણકારી નાણાં મંત્રાલયે આપી હતી.

ઉલ્લેખનીય છે કે હાલની સરકારના કાર્યકાળમાં આ બીજું ખાનગીકરણ સફળ થયું છે. આ પહેલા ટાટા સમૂહને એર ઈન્ડીયા સોંપવામાં આવ્યું હતું. એનઆઈએનએલ માટે આમંત્રીત કરાયેલી બોલીઓમાં ટાટા સ્ટીલ લોંગ પ્રોડકટસ (ટીએસએલવી)ને જાન્યુઆરીમાં વિજેતા જાહેર કરાઈ હતી.

ટાટા ગ્રુપની આ સ્ટીલ કંપનીએ ખોટમાં ચાલી રહેલી એનઆઈએનએલ માટે 12100 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ બોલી 5616.97 કરોડ રૂપિયાના અનામત મૂલ્યથી બે ગણી હતી.

ઉલ્લેખનીય છે કે, એનઆઈએનએલના ઓરિસ્સા સ્થિત કલીંગનગરમાં આવેલ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 11 લાખ ટન રહી છે, જો કે આ પ્લાન્ટ સતત ખોટમાં રહેવાથી માર્ચ 2020થી જ બંધ પડયો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!