Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ઠાકરે સરકાર પર સંકટ: સત્તાનો સંગ્રામ હિંસક બન્યો, કુર્લાના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ, અહમદનગરમાં શિંદેની તસવીર પર કાળી શાહી લગાવી

ઠાકરે સરકાર પર સંકટ: સત્તાનો સંગ્રામ હિંસક બન્યો, કુર્લાના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ, અહમદનગરમાં શિંદેની તસવીર પર કાળી શાહી લગાવી

મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ હવે હિંસક બની રહ્યો છે. શુક્રવારે કુર્લા વિસ્તારમાં શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુંડાલકરની ઓફિસમાં કેટલાંક લોકો હુમલો કર્યો. ઓફિસના મેન ગેટ પર તોડફોડ કરી. અહમદનગરમાં પણ બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેની તસવીર પર કાળો પીંછડો ફેરવવામાં આવ્યો. બળવાખોર ધારાસભ્યોના સમર્થકોનો આરોપ છે કે તોડફોડ કરનાર આ શિવસેનાના છે.

તો મહારાષ્ટ્ર રાજકીય સંકટનો ચોથા દિવસે લડાઈ આરપારના મૂડમાં આવી ગઈ છે. માતોશ્રીમાં એક મીટિંગ દરમિયાન શિવસેના ચીફ ઉદ્ધવે કહ્યું કે, ઠાકરેનું નામ લીધા વગર આ લોકો રહી નથી શકતા. એક સમયે શિવસેના માટે મરવાની વાતો કરતા હતા હવે પાર્ટી તોડવાની વાતો કરે છે. મેં સીએમ હાઉસ છોડ્યું, મુખ્યમંત્રી પદ નહીં. જ્યારે બીજી બાજુ ગુવાહાટીથી મુંબઈ માટે નીકળેલા બળવાખોર નેતા એકનાથ શિંદે શહેરમાં 3 કલાક ફરીને પાછા હોટલ આવી ગયા છે.

શિંદે જૂથના 2 અપક્ષ ધારાસભ્ય મહેશ બદલી અને વિનોદ અગ્રવાલે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલાને હટાવવા માટેની નોટિસ મોકલી છે. નરહરિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે સલાહ લીધા વગર અજય ચૌધરીને શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા બનાવી દીધા છે.

શિંદે પાસે શિવસેનાના 39 ધારાસભ્યો અને અપક્ષના 14ધારાસભ્યો મળીને કુલ 53 ધારાસભ્યો છે અને આ સંખ્યા વધી શકે છે.
મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બંડખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ખુદને ધારાસભ્ય દળના નેતા ઘોષિત કરી દીધા છે. તેમણે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમના સમર્થનમાં 37 ધારાસભ્યોના હસ્તાક્ષર છે. શિંદેએ આ પત્રની એક-એક કોપી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને વિધાન પરિષદના સચિવ રાજેન્દ્ર ભાગવતને પણ મોકલી છે.

ઠાકરે સરકાર પર સંકટ: સત્તાનો સંગ્રામ હિંસક બન્યો, કુર્લાના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ, અહમદનગરમાં શિંદેની તસવીર પર કાળી શાહી લગાવી

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!