Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ટ્રક ડ્રાઈવર્સ માટે રૂા.15 લાખનો અકસ્માત વિમા ફરજીયાત: કેશલેસ ટ્રીટમેન્ટ સુવિધા

ટ્રક ડ્રાઈવર્સ માટે રૂા.15 લાખનો અકસ્માત વિમા ફરજીયાત: કેશલેસ ટ્રીટમેન્ટ સુવિધા

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ભલામણ: હાઈવે પર ટ્રક ડ્રાઈવર્સનું વ્યાપક શોષણ થતું હોવાનો રીપોર્ટ

નવી દિલ્હી: દેશના ધોરી માર્ગો પર ફરતા લાખો ટ્રક ડ્રાઈવર્સના અધિકાર માટે હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા કેન્દ્ર તથા રાજયોને મહત્વની ભલામણોમાં ટ્રક ડ્રાઈવર્સના આરોગ્ય અંગે ખાસ જોગવાઈ કરવા તેઓને રૂા.15 લાખના વ્યક્તિગત અકસ્માત વિમા છત્ર આપવા તથા હાઈવે પર આ પ્રકારે ટ્રક ડ્રાઈવર્સ માટે પાર્કીંગ સ્થળો, રેસ્ટ-રૂમ વિ. નિર્માણ કરવા ભલામણ કરી છે. હાઈવે પર સતત માલ-મુસાફર પરિવહનમાં લાંબા અંતરમાં ખાસ કરીને ટ્રક ડ્રાઈવર્સનું વ્યાપક શોષણ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે હાઈવે પર ચેકીંગના માટે કોઈપણ સ્થળે માલવાહક ટ્રકોને અટકાવવામાં આવે છે

તેના બદલે હાઈવેમાં ચોકકસ સ્પોટ પર સીસીટીવી કેમેરા વિ.ની સુવિધા સાથે અને માન્ય ઓથોરીટી જ આ પ્રકારના હાઈવે ચેકીંગ વ્યવસ્થા ગોઠવે તેવી ભલામણ કરી છે તથા ખાસ કરીને બે રાજયોની સરહદ પાસેના ચેકીંગ પોઈન્ટમાં ખાસ પ્રકારે વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. ટ્રક ડ્રાઈવર્સના માનવ અધિકારનું રક્ષણ ટાઈટલ સાથે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા એક ખાસ અભ્યાસ ભલામણ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હાઈવે પરના ચેકીંગ સમયે પોલીસ કે કોઈ ઓથોરીટીના સભ્યો માટે બોડી કેમેરા પહેરવાનું ફરજીયાત બનાવવા અને તમામ સમયે રેકોર્ડીંગ થાય તે નિશ્ચીત કરવા ભલામણ કરી છે તથા કેન્દ્ર અને રાજયોને ત્રણ માસમાં એકશન ટેકન રિપોર્ટ પણ આપવા જણાવાયું છે. ખાસ કરીને હાઈવે પર ટ્રક ડ્રાઈવર્સથી પોલીસ, આરટીઓ અને અન્ય એજન્સીઓ દ્વારા જે ચેકીંગના નામે હેરાનગતી તથા હપ્તા ઉઘરાવાય છે

તેની સામે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સરકારોને એકશનમાં આવવા ભલામણ કરી છે. હાઈવે પર જે કોઈ સતાવાર દંડની રકમ ભરવાપાત્ર હોય તે ફકત ડીજીટલ સ્વરૂપે જ પેમેન્ટ મેળવાય અને દંડની રકમ રોકડમાં ઉઘરાવવાનું બંધ કરવા ભલામણ કરી છે. ઉપરાંત ટ્રકોના ઓવરલોડીંગમાં ફકત 5% સુધી જ વધારાના ઓવરલોડને મંજુરી આપી વધારાનો લોડ સ્થળ પર જ ઉતારવાની ફરજ પાડવા પણ જણાવાયું છે. ઉપરાંત માર્ગોની તમામ સાઈન બોર્ડ ઈંગ્લીશ, હિન્દી અને સ્થાનિક ભાષામાં હોય તે આવશ્યક કરવા પણ ભલામણ કરી છે. ટ્રક ડ્રાઈવર્સ માટે રૂા.15 લાખનો અકસ્માત વીમો ફરજીયાત બનાવવાની પણ ભલામણ કરી છે.

ચેકીંગ પર લગામ
➧ હાઈવે પર કોઈપણ સ્થળે નહી નિશ્ર્ચિત સ્પોટ પર જ ચેકીંગ: સીસીટીવી જરૂરી: પોલીસ કે ઓથોરીટીને બોડી
➧ કેમેરા ફરજીયાત
➧ દંડની રકમ માટે ડીજીટલ પેમેન્ટ વ્યવસ્થા: રોકડ પર પ્રતિબંધ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!