ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થકનું ગળું કાપી હત્યા: કપડાંનું માપ દેવાના બહાને દુકાનમાં ઘૂસ્યાં
રાજસ્થાનના ઉદયપુરમાં 10 દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર એક વ્યક્તિનું મર્ડર કરી દેવાયું છે. દરજીનું કામ કરનાર આ વ્યક્તિની મંગળવારે ધોળાદિવસે તેમની જ દુકાનમાં ઘૂસીને કેટલાંક લોકોએ તલવારના અનેક ઘા માર્યા છે, જે બાદ તેનું ગળું પણ કાપી નાંખ્યું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં હત્યારાઓ તેના પર ધારદાર હથિયારથી હુમલો કરી રહ્યાં છે.
કપડાંનું માપ આપવાના બહાને દુકાનમાં ઘુસ્યાં
કન્હૈયાલાલ તેલી (40)નો ધાનમંડી સ્થિત ભૂતમહેલની પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. મંગળવારે બપોરે લગભગ અઢી વાગ્યા બાઈક પર બે બદમાશો આવ્યા હતા. માપ દેવાના બહાને દુકાનમાં એન્ટ્રી લીધી. કન્હૈયાલાલ કંઈ સમજે તે પહેલા બદમાશોએ હુમલો કરી દીધો. એક પછી એક તેના પર અડધો ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યા. ઘટના સ્થળે જ તેમને જીવ ગુમાવ્યો. જે બાદ બંને બદમાશ ફરાર થઈ ગયા.
ત્રણ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે
આ હત્યાની જાણકારી મળતા જ ધાનમંડી સહિત ઘંટાગર અને સૂરજપોલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસના વરિષ્ઠ અધિકારી અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ટીમે પુરાવાઓ એકઠાં કર્યા. ઘટના પછી વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ પણ SPને ફોન કરીને ઘટનાની માહિતી મેળવી. તેમને નિષ્પક્ષ તપાસનું જણાવી આરોપીઓને ઝડપથી પકડવાની વાત કરી. કલેક્ટર તારાચંદ મીણા, SP મનોજ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા. હાથીપોલ સહિત અડધો ડઝન વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાઈ છે. લોકો ઘટનાસ્થળે પહોંચીને પ્રદર્શન કરી રહ્યાં છે. મૃતદેહ હજુ ઘટનાસ્થળ પર જ પડ્યો છે. પરિવારના લોકો હોબાળો કરી રહ્યાં છે. ખેરવાડાથી પોલીસની વધારાની ટીમ બોલાવવામાં આવી છે. શહેરના 5 વિસ્તારમાં બજાર બંધ કરી દેવાઈ છે.
પોલીસ રેકોર્ડની તપાસ કરી રહી છે
SP ઉદયપુર મનોજ ચૌધરીએ કહ્યું- જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘણી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. જે પણ કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિવાર સાથે કોઈ વાત થઈ નથી. નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ પછી મળી રહેલી ધમકીઓની ફરિયાદના સવાલ પર SPએ કહ્યું કે મૃતક સાથે જોડાયેલા તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાંક આરોપીઓની ઓળખ થઈ છે. ટીમ મોકલી દેવાઈ છે.
પોલીસ સાથે ઘર્ષણ
હાથીપોલ ચોકમાં કેટલાંક યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ભાજપ યુવા મોરચાના એક કાર્યકર્તા ઘાયલ થઈ ગયો છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સંવેદનશીલ જગ્યાથી લઈને દરેક સ્થળને છાવણીમાં ફેરવી દીધી છે
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!