Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ઉદ્ધવ ઠાકરે થયા ભાવુક: ફેસબુક પર કર્યું લાંબુ સંબોધન, રાજીનામું માત્ર એક લાઈનમાં

ઉદ્ધવ ઠાકરે થયા ભાવુક: ફેસબુક પર કર્યું લાંબુ સંબોધન, રાજીનામું માત્ર એક લાઈનમાં

સુપ્રીમના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ ૧૫ જ મિનિટમાં ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદેથી રાજીનામાની જાહેરાત કરીને ફેસબુક પર લાંબુ ભાવુક ભાષણ આપ્યું
મુંબઈ : મહારાષ્ટ્રમાં આવતીકાલના ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ફેસબુક પર લાઈવ આવીને સીએમ પદેથી અને વિધાનપરીષદના સભ્યપદેથી રાજીનામું આપવાનું જાહેર કર્યું હતું.

પોતાના ફેસબુક સંબોધનમાં ઠાકરેએ કહ્યું કે અનેક સારા કાર્યો કર્યા, પરંતુ તેને નઝર પણ ઝડપથી લાગે છે. ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધી અને શરદ પવારનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, જેમને તેમણે ઘણું આપ્યું છે તેઓ ગુસ્સે છે અને જેમણે કંઇ આપ્યું નથી તેઓ હજી પણ તેમની સાથે છે. મને આ લોકોથી છેતરપિંડીનો ડર નહોતો. જે લોકો સાથે નહિ રહે તેવી અપેક્ષા હતી, આજે તેઓ મારી સાથે છે. જે લોકોને ખૂબ આપ્યું તેઓએ વિશ્વાસઘાત કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો તમે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોત તો હું ચોક્કસ વાત કરત. હું આજે પણ વાત કરવા તૈયાર છું. મેં તમને મારા જ માન્યા છે. મને અપેક્ષા નહોતી કે તમે દગો કરશો. મને ખબર પડી છે કે મુંબઈમાં કેન્દ્ર સરકારે સુરક્ષા માટે અલગથી ફોર્સ મોકલી છે. જ્યારે તમે લોકો આવશો ત્યારે સીઆરપીએફ અહીં પ્રવેશવાની છે. મને શરમ આવે છે. શું તમે શિવસૈનિકોના લોહીથી મુંબઇનો રસ્તો લાલ કરવા જઇ રહ્યા છો?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોંગ્રેસના અશોક ચૌહાણે કહ્યું કે અગર અમારા કારણે આ બધું થાય છે તો અમે પણ મંત્રીમંડળમાંથી બહાર નીકળી. આજે શિવસૈનિકોને નોટીસ આપવામાં આવી રહી છે. તેમને ઘર બહાર જતા અટકાવાઈ રહ્યાં છે. કાલના ફ્લોર ટેસ્ટ સાથે મારે મતલબ નથી. તમારી પાસે કેટલી સંખ્યા છે તેની સાથે મારે કંઈ લેવાદેવા નથી. કાલે કદાચ તમે વિરોધીઓની બહુમતી સાબિત કરી દેશો, જેમને શિવસૈનિકોને જ મોટા કર્યાં છે. તમને મોટા કર્યાં તે પાપોની સજા હું ભોગવી રહ્યો છું. શિવ સેનાના પ્રમુખએ નાના માણસોને મોટા કર્યા, આજે તમે તે જ શિવ સેનાના પ્રમુખના પુત્રને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને ખુશ રહો છો તો વાંધો નહિ.

અત્યારે એમની ઉજવણી કરી લેવા દો, આ દિવસ બહુ નહીં ચાલે
શિવસેનાના બાગી ધારાસભ્યો પર આડકતરો પ્રહાર કરતા ઉદ્ધવે કહ્યું કે અત્યાર તેમના દિવસો છે તેથી તેમને ઉજવણી કરી લેવા દો, પરંતુ આ દિવસ બહુ નહીં ચાલે તે નક્કી છે. અમારો પણ એક દિવસ આવશે. હું ડરવાનો નથી, હું હાર નથી માનવાનો, હું ફરીથી ઊભો થઈશ. મને શિવ સેના થી કોઈ અલગ કરી શકે નહિ, ઠાકરેને શિવ સેના થી કોઈ અલગ કરી શકે નહિ. શિવ સૈનિકો આજે પણ અમારી સાથે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!