વેકસીનેશનથી દેશમાં 42 લાખ મૃત્યુ અટકાવી શકાયા
વિશ્વમાં વેકસીનેશનથી પ્રથમ વર્ષમાં જ 1.98 કરોડ મૃત્યુ અટકાવી શકાયા
વૈશ્વિક મોડેલ પરથી તારણ: ‘ધ લાન્સેટ’નો અભ્યાસ: દેશમાં જાન્યુ-2021થી શરૂ થયેલા વેકસીનેશનમાં 200 કરોડથી વધુ ડોઝ અપાયા: દેશની 67% વસ્તી ડબલ ડોઝથી સુરક્ષિત
નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોવિડના કેસ વધવા લાગ્યા છે પરંતુ લગભગ 200 કરોડ વેકસીન ડોઝથી દેશના લોકો હવે આ એક સમયની મહામારી સામે સુરક્ષિત બની ગયા છે અને હાલની જે લહેર ધીમી છે તથા ગંભીર નથી તેનો યશ વેકસીનને જાય છે. હાલમાં જ થયેલા એક અભ્યાસ મુજબ કોવિડ વેકસીનના કારણે પ્રથમ એક વર્ષમાં વિશ્વએ 1.98 કરોડ મૃત્યુ નિવારી શકાયા છે.
કોવિડની અગાઉના વર્ષોની સરખામણીએ હવે આ સંક્રમણથી મૃત્યુ નહીવત થાય છે. જેમાં હાલમાંજ અગાઉના કોવિડ ડેથના મોડેલના આધારે એ તારણ બહાર આવ્યું છે કે જો વેકસીન ઉપલબ્ધ થઈ શકી ન હોત તો ભારતમાં પણ સંક્રમણની સ્થિતિ કઈ કક્ષાએ હોત તે પ્રશ્ન છે પણ નધ લાન્સેટ- ઈન્ફેકશન ડીસીસના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં પણ વેકસીનના કારણે 42 લાખ મૃત્યુ અટકાવી શકાયા છે.
આ અભ્યાસ 8 ડિસેમ્બર 2020 થી 8 ડિસેમ્બર 2021 વચ્ચે વેકસીનની ઉપલબ્ધતાના કારણે કેટલા મૃત્યુ અટકાવી શકાયા તેના મોડેલ પર કરવામાં આવ્યા છે. ભારતમાં તે વેકસીનેશનનું પ્રથમ વર્ષ હતું. જાન્યુ. 2021 થી ભારતમાં વેકસીનેશનનો પ્રારંભ થયો હતો. ખાસ કરીને વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં વેકસીન વધુ કારગર નિવડી છે તેવું તારણ પણ અપાયુ છે. ભારત ડેલ્ટા વેરીએન્ટનો પ્રભાવ વાળો પ્રથમ દેશ હતો.
ભારતમાં કોવિડના ગાળા દરમ્યાન વાસ્તવિક મૃત્યુઆંક અંગે હજું પણ અનેક વિરોધાભાસી રીપોર્ટ છે પણ કોવિડ 19ના પ્રારંભ બાદ ભારતમાં જે રીતે મૃત્યુઆંક સરેરાશથી વધુ આવ્યો હતો તેમાં વિશ્વ આરોગ્ય સંગઠને જે રીપોર્ટ તૈયાર કર્યા તથા સ્વતંત્ર રીતે તૈયાર કરાયેલા રિપોર્ટ પરથી મોડેલ તૈયાર કરાયું છે.
ભારતમાં વેકસીનેશનનો કાર્યક્રમ જાન્યુઆરી 2021માં થયો હતો અને અત્યાર સુધીમાં 200 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂકયા છે. ભારતમાં 65% વસ્તીને વેકસીનના બન્ને ડોઝ આપી ચૂકાયા છે.
આ અભ્યાસ 185 દેશોના ડેટાના આધારે થયો છે જેમાં ધનવાન અને ઉંચી આવક ધરાવતા દેશોમાં વેકસીનેશનની ઝડપથી થયું તેનો લાભ મળ્યો છે પણ જો 2021ના અંત સુધીમાં વિશ્વના દરેક દેશના 40% લોકોને વેકસીન અપાઈ ગઈ હોય તો 5.99 લાખ મૃત્યુ નિવારી શકાયા હોત. આ મોડેલ દરેક દેશના ડેટાના આધારે કરાયું હતું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
