આર્યન ખાનને રાહત: કોર્ટે પાસપોર્ટ પરત સોંપવાનો આદેશ આપ્યો, હવે વિદેશ જઈ શકશે
આર્યને પોતાનો પાસપોર્ટ પરત કરવા માટે સ્પેશિયલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કોર્ટમાં અરજી કરી હતી
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.ક્રુઝ ડ્રગ્સ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ આર્યન ખાનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં તેણે પોતાનો પાસપોર્ટ પરત કરવા માટે સ્પેશિયલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કોર્ટમાં અરજી કરી હતી.
આવી સ્થિતિમાં હવે આ નિર્ણય આર્યનની તરફેણમાં આવ્યો છે અને પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ક્રુઝ ડ્રગ્સના આરોપી આર્યન ખાને જામીનની શરતે પાસપોર્ટ જમા કરાવ્યો હતો.આ કેસમાં ગઈઇ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ આર્યનએ પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરી હતી.જે બાદ કોર્ટે હવે આર્યનનો પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. સ્વાભાવિક છે કે જ્યારથી પાસપોર્ટ જમા થયો છે ત્યારથી આર્યન ખાન વિદેશ પ્રવાસ કરી શક્યો ન હતો, પરંતુ પાસપોર્ટ પરત મળ્યા બાદ તે હવે વિદેશ પ્રવાસ કરી શકશે.આર્યન ખાન ઉલ્લેખનીય છે
કે આર્યન ખાનને NCBએ ગયા વર્ષે 2 ઓક્ટોબરે મુંબઈના દરિયા કિનારે એક ક્રુઝ શિપમાંથી ધરપકડ કરી હતી.આર્યન ખાનની એનસીબી દ્વારા હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે આર્યન ખાને મુંબઈ હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા પહેલા 20 થી વધુ દિવસ જેલમાં વિતાવ્યા હતા.જોકે, તપાસ એજન્સીએ મે મહિનામાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં તેનું નામ આરોપી તરીકે આપ્યું ન હતું.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!