Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોમવારે આ જાહેરાત કરી હતી અને કહ્યું, આવતીકાલે સાઉથ આફ્રિકા સામે કેરિયરનો છેલ્લો વનડે હશે

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે સોમવારે આ જાહેરાત કરી હતી. સ્ટોક્સ મંગળવારે પોતાની વનડે કારકિર્દીની છેલ્લી મેચ રમશે. ઇંગ્લેન્ડ મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ મેચ ડરહામમાં રમાશે. આ પછી સ્ટોક્સ વનડેને અલવિદા કહી દેશે. તેણે ખુદ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી.

31 વર્ષીય સ્ટોક્સે અત્યાર સુધી 104 ODIની 89 ઇનિંગ્સમાં 2919 રન બનાવ્યા છે. તેની એવરેજ 39.45 અને સ્ટ્રાઈક રેટ 95.27 છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. તેણે આ ફોર્મેટમાં ત્રણ સદી અને 21 ફિફ્ટી ફટકારી છે.

બોલિંગમાં તેણે 87 ઇનિંગ્સમાં 74 વિકેટ લીધી. તેનો ઈકોનોમી રેટ 6.03 હતો. બોલ સાથે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં પાંચ વિકેટ રહ્યું છે. તેણે પોતાની કારકિર્દીમાં એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!