Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

કટોકટીના મેચમાં ચીની ખેલાડીને હરાવી સિંધુ સેમિફાઈનલમાં

કટોકટીના મેચમાં ચીની ખેલાડીને હરાવી સિંધુ સેમિફાઈનલમાં

સાઈના નેહવાલ છેલ્લા સેટમાં બે પોઈન્ટ ગુમાવીને હારી: પ્રણયને પણ જાપાનના ખેલાડીએ હરાવતાં ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

ભારતને બેડમિન્ટનમાં ડબલ ઑલિમ્પિક મેડલ અપાવનારી સ્ટાર શટલર પી.વી.સિંધુએ સિંગાપુર ઓપન સુપર-500 ટૂર્નામેન્ટના સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે ચીની ખેલાડી હાન યુવેયને એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 17-21, 21-11, 21-19થી હરાવી છે. ટોપ-4ના મુકાબલામાં પી.વી.સિંધુનો સામનો હવે જાપાનની સીના કવાકામી સામે થશે. તેના ઉપરાંત સાઈના નેહવાલ અને એચ.એસ.પ્રણય ક્વાર્ટર ફાઈનલ મુકાબલો હારી ગયા છે.

27 વર્ષીય સિંધુએ ટોપ-8ના આ મુકાબલામાં ચીની ખેલાડી વિરુદ્ધ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પહેલાં યુવેય સિંધુ પર દબાણ બનાવતાં જોવા મળી હતી અને તેને 17-21થી હરાવી દીધી હતી.

આ પછી સિંધુએ ધમાકેદાર વાપસી કરતાં આખી મેચ જ બદલાવી નાખી હતી. તેણે બીજી ગેમમાં હાન યુવેયને શૈલીમાં આવવાની તક આપી જ નહોતી. સિંધુએ બીજી ગેમ 21-11ના મોટા અંતરથી જીતી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમને સિંધુએ 21-19થી પોતાના નામે કરી હતી. આ સાથે જ તે ટોપ-4માં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!