Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner
નબળી પ્રોગ્રેસ: 100 સ્માર્ટ સિટીના લિસ્ટમાં રાજકોટ 12માંથી સીધુ 42માં ક્રમે ધકેલાયું, શહેરમાં સાઇટ પર વધુ કામ છતાં ફાયનાન્સિયલ પ્રોગ્રેસ નબળી રહેતા માર્ક કપાયા

નબળી પ્રોગ્રેસ: 100 સ્માર્ટ સિટીના લિસ્ટમાં રાજકોટ 12માંથી સીધુ 42માં ક્રમે ધકેલાયું, શહેરમાં સાઇટ પર વધુ કામ છતાં ફાયનાન્સિયલ પ્રોગ્રેસ નબળી રહેતા માર્ક કપાયા

     કેન્દ્રના શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ થયેલા 10 શહેરોના ડાયનેમિક રેન્કિંગ ગઇકાલે રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ટોપ 10 શહેરમાં સુરત પ્રથમ અને અમદાવાદ છઠ્ઠા ક્રમે આવ્યું છે. રાજકોટ મહાનગર સતત સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રીવ્યુ વચ્ચે છેક 42માં ક્રમે આવ્યું છે. સ્થળ પર વધુ કામગીરી થવા છતાં અને ફાયનાન્સિયલ પ્રોગ્રેસ ઓછો હોવાથી માર્ક કપાયાનું મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું છે. ડાયનેમિક રેન્કિંગમાં સુરત 128.80 માર્કસ સાથે પ્રથમ ક્રમે છે તો 105.25 માર્કસ સાથે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.

     આ સિવાય રાજ્યના કોઇ શહેરોમાં ટોપ-10માં સમાવેશ થયો નથી. સ્માર્ટ સિટી હેઠળ 50 ટકા ખર્ચ કેન્દ્ર, 25 ટકા રાજ્ય અને 25 ટકા જે તે બોડી દ્વારા ફાળવવામાં આવે છે. સુરતે આ પૈકી 75 ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હોવાથી ટોચ પર સ્થાન પામ્યું છે. રાજકોટની વાત કરીએ તો થોડા સમય અગાઉ મહાનગર સ્માર્ટ સિટી રેન્કિંગમાં 12માં ક્રમે હતું. બાદમાં આ ક્રમ 36 અને 37 આસપાસ રહેતો હતો.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!