Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવતા શા માટે મધરાતે આખા અમદાવાદને લોક કરાયું?

કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવતા શા માટે મધરાતે આખા અમદાવાદને લોક કરાયું?

કોરોનાની ત્રણેય લહેર બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થયું છે અને રાત્રે પણ યુવાઓના નાઇટ આઉટિંગથી શહેર સતત ધમધમતું રહે છે, પરંતુ બુધવારે રાતે 11.30 વાગ્યે શહેરમાં અચાનક જ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ પ્રક્રિયામાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કે શું થયું હશે, આમ કેમ થઈ રહ્યું છે.

ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી
કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદ ભાગ્યા છે, તાત્કાલિક તેમને પકડવામાં આવે, એટલે શહેરમાં ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી દેવામાં આવી હતી તેમજ બેરેકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો કે અચાનક જ આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ એક્શનમાં આવી ગઈ? શહેરમાં કોઈ અમંગળ ઘટનાનાં એંધાણ તો નથીને?

એક-એક વાહન ચેક કર્યા
આ દરમિયાન પોલીસ દ્વારા એક-એક વાહનને ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા હતા તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા તેમજ તેમના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા હતા. અંતે, અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળ થઈ હતી.

અંતે સિલ્વર કારમાંથી આ ચાર શખ્સ બહાર નીકળ્યા
આગામી 1 જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે, જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે એ ચકાસવા માટે શહેરને લોક કરવામાં આવ્યું હતું તેમજ પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસકર્મીઓ જ નીકળ્યા હતા.

કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવતા શા માટે મધરાતે આખા અમદાવાદને લોક કરાયું?

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!