Dark Mode
Monday, 23 December 2024
Logo banner

અમેરિકા, બ્રિટન બાદ હવે ચીનમાં હિટવેવનો ખતરો: તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે

અમેરિકા, બ્રિટન બાદ હવે ચીનમાં હિટવેવનો ખતરો: તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે

ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગની આગાહી: દાવાનળનો પણ ખતરો
હિમનદીઓ પીગળવાથી પશ્ચિમ ચીનની નદીઓ-ડેમો માટે ભય પેદા થશે


યુરોપ અને બ્રિટનમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યા બાદ હવે ચીનમાં આગામી 10 દિવસમાં પૂર્વથી પશ્ચિમ સુધી હીટવેવ કેર મચાવી શકે છે. રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય અધિકારી ફૂ જિયાઓલને જણાવ્યું હતું કે દેશના અનેક ક્ષેત્રોમાં આગામી ત્રણ દિવસમાં હીટવેવની સાથે તાપમાન 40 ડીગ્રી સેલ્સીયસને પાર કરી શકે છે.

કેટલાક તટીય શહેરોમાં પહેલાથી 4 ઉચ્ચતર સ્તરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. ચીનના આ ક્ષેત્રોમાં હિમ નદી પીગળવાની ગતિ વધવાના ખતરાની ચેતવણી અપાઈ છે.

શનિવારને ચીનના ચંદ્ર કેલેન્ડરમાં ‘મોટી ગર્મી’ માનવામાં આવે છે. આ શંકા છે કે આ દિવસે ચીનના અનેક શહેરોમાં તાપમાનમાં ઘણો ઉછાળો નોંધાઈ શકે છે. ફૂ જિયાઓલને જણાવ્યું હતું કે દેશના અનેક ક્ષેત્રોમાં આગામી ત્રણ દિવસમાં હીટવેવ સાથે તાપમાન 40 ડિગ્રી સેલ્સીયસ કે એથી વધુ થઈ શકે છે.

અનેક રાજયોના જંગલમાં આગનો ખતરો
ચીનમાં ઝેંજિયાંગ સિવાય ફુજિયાન, ગવાંગડોંગ, હુનાન, જિયાંગ્શી અને ચોંગકિંગ શહેરના કેટલાક ભાગોમાં પણ નજીકના ભવિષ્યમાં જંગલની આગનો ખતરો છે. ચીનના રાષ્ટ્રીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 29 જુલાઈ સુધીમાં હિમ નદીના પીગળવાથી પશ્ર્ચિમી ચીનમાં નદીઓ અને ડેમ માટે ખતરો પેદા થઈ શકે છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!