શ્રીલંકામાં ઇમર્જન્સી લાગુ: રાષ્ટ્રપતિ દેશ છોડી માલદિવ્સ ભાગી જતાં હોબાળો, રોષે ભરાયેલા લોકોએ ઠેર-ઠેર ઉગ્ર પ્રદર્શન કર્યા
શ્રીલંકામાં સર્જાયેલી આર્થિક-રાજકીય કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ ગોતબાયા તેમના પત્ની સાથે દેશ છોડી નાસી ગયા છે. શ્રીલંકાના હવાઈદળે એક ખાસ નિવેદન જાહેર કરી શ્રીલંકા અને વિશ્વને જાણ કરી હતી કે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની તથા તેમના બે અંગત સુરક્ષા ગાર્ડ હવાઈદળના વિમાનમાંજ માલદીવની રાજધાની માલે પહોંચી ગયા છે. આજે જ તેઓ દેશના રાષ્ટ્રપતિપદેથી રાજીનામુ આપનાર હતા પણ રાજપક્ષે એ દેશ છોડવાનું યોગ્ય ગણ્યુ હતું. શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયે પણ રાષ્ટ્રપતિ દેશ છોડી ગયાના અહેવાલને સમર્થન આપ્યુ છે.
વહેલી સવારે લંકન હવાઈદળના સતાવાર વિમાનમાં પત્ની-અંગરક્ષક સાથે દેશ છોડી ગયા: રાષ્ટ્રપતિના ભાઈ પણ અમેરિકા પહોંચી ગયાના સંકેત
એક તરફ શ્રીલંકામાં હાલની અભૂતપૂર્વ કટોકટીના પગલે તા.20ના રોજ એક સંયુક્ત સરકારની રચના થશે તેવી જાહેરાત થઈ હતી તે સમયે છેલ્લા કેટલાક માસથી આર્થિક કટોકટી તથા અરાજકતા જેવી સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોતબાયાએ ગુપચુપ દેશ છોડવાનું પસંદ કરીને હવે આ દેશને નવી કટોકટીમાં હોમી દીધો છે. શ્રીલંકાના હવાઈદળના પ્રવકતાએ સતાવાર જાહેર કર્યુ હતું કે રાષ્ટ્રપતિના વિમાનને માલદીવ જવા માટે રક્ષા મંત્રાલય તથા કસ્ટમ વિભાગે મંજુરી આપી હતી અને તેઓને આજે વહેલી સવારે હવાઈદળનું વિમાન ઉપલબ્ધ બનાવાયું હતું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે હવે આ દેશ પર શાસન કરનાર રાજપક્ષે પરિવારના તમામ સભ્યોએ દેશ છોડી દીધો છે. રાષ્ટ્રપતિના ભાઈ તથા દેશના પુર્વ નાણામંત્રી બાસીલ રાજપક્ષે એ પણ દેશ છોડી દીધા છે અને તેઓ અમેરિકા નાસી છુટયા છે તેમાં અમેરિકી પાસપોર્ટ ધરાવે છે અને હાલ જે રીતે શ્રીલંકાની આર્થિક અરાજકતાની સ્થિતિ છે તેમાં તેમની મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. ગઈકાલે તેઓને કોલંબો છોડતા વિમાની મથકે રોકવામાં આવ્યા હતા પણ હવે તેઓ અન્ય રીતે દેશ છોડી ગયા હોવાના સંકેત છે. રાષ્ટ્રપતિ ગોતંબાયા આજે વહેલી સવારે માલદીવના માલે વિમાની મથક પર ઉતર્યા હતા
રાજીનામાના દિને જ કોલંબો છોડી દીધું: હવે તા.20ના નવી સરકારની રચના પુર્વે નવી કટોકટી: વડાપ્રધાન વિકમાસિંઘેનું ભાવી પણ અનિશ્ચીત
અને માલદીવ સરકારના પ્રતિનિધિએ તેમને આવકાર્યા હતા પણ બાદમાં તેઓ અજ્ઞાત સ્થળે જવા રવાના થયા હતા. નાસી છુટેલા રાષ્ટ્રપતિ સામે કાનૂની રીતે ભ્રષ્ટાચાર કે અન્ય કોઈ પ્રકારના કેસ ચલાવી શકાશે નહી. દેશના બંધારણ મુજબ તેઓને ‘કાનૂની-માફી’ ‘કાનુની સુરક્ષા’ની જોગવાઈ છે.દેશના નવા રાષ્ટ્રપતિ હવે 2024 સુધી આ પદ પર રહી શકશે. હાલ શ્રીલંકાના વડાપ્રધાન વિકમાસિંઘે હવે નવા રાષ્ટ્રપતિ ચૂંટણી સુધી દેશનું સુકાન સંભાળશે. જો કે તેમની સામે પણ જનતાનો પ્રચંડ વિરોધ છે તેથી હવે શ્રીલંકા એક નવી કટોકટીભરી સ્થિતિમાં જઈ રહ્યું હોવાના સંકેત છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભારત અથવા દુબઈ જવા માંગતા હતા: જો કે અંતે સલામત માલદીવ પસંદ કર્યુ
શ્રીલંકાની કટોકટીને નજીકથી નિહાળી રહેલા ભારત હવે આ ટાપુ રાષ્ટ્રમાં સર્જાયેલી કટોકટીમાં નવા શાસનના આગમનની રાહમાં છે. આજે વહેલી સવારે લંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે દેશ છોડી ગયા અને શ્રીલંકન હવાઈદળના ખાસ વિમાનમાં તેઓ માલદીવ પહોંચ્યા હતા પણ તેઓ આ અગાઉ તેઓ ભારત આવવા માંગતા હતા પણ ભારત સરકારે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો.
બાદમાં તેઓએ એક કોમર્શીયલ ફલાઈટથી દુબઈ જવાનો ઈરાદો રાખ્યો હતો પણ તેમાં પણ યોગ્ય વ્યવસ્થા નહી થતા મધરાતે હવાઈદળના ખાસ વિમાનમાં માલદીવ પહોંચી ગયા હતા. બીજી તરફ ભારતે જાહેર કર્યુ છે કે શ્રીલંકામાં બનતી કોઈ ઘટના પર તેની કોઈ ભૂમિકા નથી. રાજપક્ષે પરિવારે સલામત કરવામાં ભારતે કોઈ યોગદાન આપ્યુ હોવાના અહેવાલ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.
એમ્બ્યુલન્સ ચલાવવા માટે પણ ડીઝલ-પેટ્રોલ નથી
શ્રીલંકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે એમ્બ્યુલન્સ ચલાવવા માટે ડીઝલ-પેટ્રોલ બચ્યું નથી. એમ્બ્યુલન્સ સર્વિસે લોકોને કોલ ન કરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું હતું કે અમે સેવા આપવામાં અસમર્થ છે. લોકોને એક ટાઈમનું જમવાનું પણ સારી રીતે મળતું નથી. ખાવા-પીવાની પ્રોડક્ટના ભાવ ઘણા વધી ગયા છે. દાળની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે. જોકે અહીં સ્થિતિ એટલી નાજુક છે કે ભૂખમરો અને કુપોષણ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!