ગનકલ્ચરથી વધુ એક હત્યાકાંડ: અમેરિકામાં સ્વતંત્રતા દિવસ પરેડમાં અંધાધૂંધ ગોળીબાર: 9ના મોત, 57 ઘાયલ
શિકાગોમાં પરેડ ગ્રાઉન્ડની બાજુની ઇમારતમાંથી જ શ્વેત યુવકે ગોળીઓ વરસાવી: લોકોમાં નાસભાગ-અફડાતફડી : હુમલાખોરની ધરપકડ
અમેરિકાના શિકાગોના ઉપનગર હાઈલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસ પરેડ દરમ્યાન અંધાધૂંધ ગોળીબાર થતા છ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 57 લોકો ઘાયલ થયા હતા. 22 વર્ષિય હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. અમેરિકાના ગન કલ્ચરની મોતના તાંડવનો વધુ એક કિસ્સો બન્યો હોય
તેમ હાઈલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ શરુ થયાના દસ જ મીનીટમાં બાજુની ઇમારતની છત પરથી ગોળીઓનો વરસાદ શરુ થઇ ગયો હતો જેને પગલે ભયભીત લોકોમાં નાસભાગ-દોડધામ થવા સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પરંડ નિહાળવા આવેલા લોકોએ ગોળીબારથી બચવા માટે દોટ મુકી હતી. આ અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 57થી વધુ લોકો દાખલ થયા હતા. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. ત્રાસવાદી કૃત્ય છે કે કેમ તે સ્પષ્ટ નથી. કારણ કે કોઇ સંગઠન દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.
પોલીસના સુત્રોએ કહ્યું કે પરેડ સવારે દસ વાગ્યે શરુ થઇ હતી અને 10 જ મીનીટમાં ગોળીબાર થયા હતા. આ વખતે પોલીસ-સુરક્ષા જવાનો મૌજૂદ જ હતા. તત્કાળ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચવાની સુચના આપવામાં આવી હતી. મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત થઇ રહી છે. કારણ કે ઇજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર છે.અંધાધૂંધ ગોળીબારને પગલે પરેડમાં સામેલ લોકોમાં ભાગદોડ અને ચીસાચીસ શરુ થઇ ગઇ હતી.
અમુક લોકોએ પ્રથમ આતશબાજી હોવાનું માન્યું હતું. પરંતુ ગોળીબાર હોવાનું માલુમ પડતાં જ અફડાતફડી મચી હતી. ભાગદોડમાં અનેક લોકો વિખુટા પણ પડી ગયા હતા. આ દરમ્યાન અનેક લોકો લોહીથી લથબથ માલુમ પડ્યા હતા. બનાવને નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે નજીકની ઇમારતમાંથી જ ગોળીબાર થયો હતો. પોલીસ દ્વારા સ્જવેત હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ગન કલ્ચરથી મોતના તાંડવનો 309મો બનાવ
અમેરિકાના શિકાગોમાં ફરી એક વખત અંધાધૂંધ ગોળીબારનો બનાવ બન્યો હતો. 2022ના ચાલુ કેલેન્ડર વર્ષના છ મહિનામાં જ અત્યાર સુધીમાં ગોળીબારના 309 બનાવ બન્યા છે. ચોંકાવનારી હકીકત એ છે કે આ પ્રકારના હત્યાકાંડોમાં 11 વર્ષ સુધીની ઉમરના 179 બાળકો અને 12 થી 17 વર્ષના 670 તરુણોના મોત થયાછે. 2021માં આખા વર્ષમાં ગોળીબારની 693 ઘટનાઓ બની હતી. 2019માં 417 બનાવ બન્યા હતા.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સામૂહિક હત્યાકાંડના 15 બનાવ બન્યા છે. 2013થી 2022 દરમિયાન આવા મોટા નરસંહારમાં 322 લોકોના મોત થઇ ગયા છે. 1 ઓક્ટોબર 2017માં લાસવેગાસના હત્યાકાંડમાં સૌથી વધુ 59 લોકોનો ભોગ લેવાયો હતો. ચાલુ વર્ષે ટેક્સાસમાં સ્કૂલમાં ગોળીબાર કરાયો તેમાં 22 લોકોના મોત થયા હતા. અમેરિકામાં વારંવાર બનતા ગોળીબારના બનાવો પાછળ ગન એક્ટ જવાબદાર છે. ગન મેળવવાનું એકદમ સરળ છે. 18 વર્ષની ઉપરની કોઇપણ વ્યક્તિ રાયફલ અથવા નાનુ હથિયાર ખરીદી શકે છે. મોટા હથિયાર માટે 21 વર્ષની ઉંમરની મર્યાદા છે.
જો બાઈડને શોક દર્શાવ્યો
શિકાગો : હાઇલેન્ડ પાર્કમાં ગોળીબારની ઘટના વિશે અમેરિકી પ્રમુખ જો બાઈડને દુ:ખ વ્યક્ત કર્યું હતું. સ્વતંત્ર દિવસની પરેડમાં જ એક અમેરિકી સમુદાય ઉપર ફરીથી બંદૂકની હિંસાથી સ્તબ્ધ છું. શૂટરની તાત્કાલીક ધરપકડ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગન કલ્ચર મામલે 30 વર્ષમાં પહેલી વખત સુધારા કાનૂન પર સહી કરી હતી. લોકોના જીવન બચાવવા માટે ગન કલ્ચર માટે નિયંત્રણ જરુરી છે છતા હજુ ઘણુ કરવાનું બાકી છે. ગન કલ્ચરની હિંસાના પડકારને ખત્મ કરવો પડશે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
