અષાઢી બીજના દિવસે દસ્તાવેજ નોંધણી માટે ધસારો: વાહનો અને મોબાઇલની ખરીદીમાં ઉત્સાહ
ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ મોબાઇલની દુકાનોમાં ભીડ, નવી દુકાન, ઓફિસના ઉદ્ઘાટન, ગૃહ પ્રસ્થાન અને ખરીદીનો માહોલ : રિયલ એસ્ટેટમાં તેજીનો સંચાર, રાજકોટની આઠ ઝોનની સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ટોકન મેળવી કતારોમાં આસામી ગોઠવાયા
રાજકોટ : આજે અષાઢી બીજના વણજોયા મુહૂર્તને ધ્યાનમાં રાખી રાજકોટમાં સવારથી જ વાહનોની ખરીદી, ગૃહ પ્રસ્થાન, નવી ઓફિસમાં પ્રવેશ, અનેક જગ્યાએ નવી દુકાનોના ઉદઘાટન જોવા મળ્યા હતા. સાથોસાથ શહેરની સબરજિસ્ટ્રાર કચેરીમાં સવારથી જ મિલકત નોંધણી માટેના દસ્તાવેજ અંતર્ગત લોકોની ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ ઝોનમાં અગાઉથી ટોકન મેળવી લીધા હોય અને ઓનલાઇન સ્લોટમાં મંજૂરી મેળવી હોય તેવા આસામીએ સબરજિસ્ટ્રાર કચેરીએ ઉમટી પડ્યા હતા કચેરીનો ચાલુ દિવસ હોવાથી આજે બપોર સુધીમાં જ જમીન-મકાનનાં 300થી વધારે દસ્તાવેજની નોંધણી થઇ ગઇ હતી લાંબા સમય બાદ આજે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે કતારો લાગી હતી. દરમિયાન શુકનવંતા માહોલમાં ટુ-વ્હીલર ડિલર્સની ખરીદી માટે અગાઉથી પસંદગીના વાહનો બુકિંગ કરાવનાર આજે સવારે જ શો-રૂમમાં ડિલિવરી લેવા આવ્યા હતા આ ઉપરાંત મોબાઇલ અને ઇલેકટ્રોનિક માર્કેટ, ફર્નિચર બજારમાં સવારથી ખરીદી જોવા મળી રહી હતી. આજના દિવસે સૌ કોઇ શુકનવંતી નાની કે મોટી ચીજવસ્તુ ખરીદતા નજરે પડ્યા હતા જરુરિયાતને ધ્યાનમાં રાખી ટીવી, ફ્રીઝ, વોશિંગમશીન અને મોબાઇલ ખરીદીમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. લાંબા સમય બાદ બજારોમાં ખરીદીની રોનક જોવા મળી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!