Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

બામણબોરની 730 એકર જમીનની નોંધ રદ: સરકાર હસ્તક પરત લેવા કલેકટરનો ચુકાદો

બામણબોરની 730 એકર જમીનની નોંધ રદ: સરકાર હસ્તક પરત લેવા કલેકટરનો ચુકાદો

ચોટીલાના તત્કાલિન મામલતદારે 20-7-2017ના રોજ 730 એકર જમીન ખાનગી વ્યક્તિના નામે નોંધમાં ચડાવવાનો હુકમ કર્યો હતો તે રાજકોટ કલેકટરે રદ કર્યો

રાજકોટ તાલુકામાં ચોટીલાનું બામણબોર ગામ ભળી ગયા બાદ સર્વે નં-47 પૈકીની 730 એકર જમીન કૌભાંડની વિગતો જિલ્લા કલેકટરના ધ્યાનમાં આવતા 17 આસામીઓની નોંધને રિવિઝનમાં લઇ કલેકટર અરૂણ બાબુએ ‘સ્ટે’ આપ્યો હતો જે જમીન કૌભાંડ અંગેનો કેસ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ ચાલી જતા અરૂણ મહેશ બાબુએ 730 એકર જમીન શ્રીસરકાર કરી પરત લઇ તમામ એન્ટ્રી રદ કરી હતી. ઉપરોકત બામણબોર જમીન કૌભાંડની તત્કાલિન ચોટીલા મામલતદારે યુએલસીની ફાજલ થયેલી જમીન ખાનગી માલિકના નામે ઠરાવી દીધી હતી. બામણબોરની મૂળ જમીનના માલિક સાતાભાઇ ભાણાભાઇ અને દાનાભાઇ ભાણાભાઇના નામે યુએલસીની હતી. શહેરી જમીન ટોંચ મર્યાદા ધારો 1976માં રદ થયા બાદ 51 એકરથી વધારે જમીન હોય તે લોકોએ ફોર્મ ભરી વિગતો જણાવાની હતી જે ઉપરોકત બન્ને ખેડૂત ખાતેદારે ફોર્મ ભર્યા બાદ વધારાની 730 એકર જમીન સરકાર હસ્તક થઇ હતી. 1981માં તત્કાલિન મામલતદારે બન્ને ખેડૂતોની જમીનના કિસ્સામાં 364+364 એકર ફાજલ જાહેર કરી હતી. બાદમાં 1958ના અનરજિસ્ટરમાં લખાણના આધારે જમીન માલિકીની છે તેવો ખાનગી વ્યક્તિએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી પોતાને પક્ષકાર તરીકે જોડવા દાવો કર્યો હતો જેના આધારે ચોટીલાના તત્કાલિન મામલતદારે તા. 20-7-2017ના ઓર્ડરથી 730 એકર જમીન ખાનગી વ્યક્તિના નામે નોંધમાં હુકમ કર્યો હતો જે હુકમ કલેકટર અરૂણ મહેશ બાબુએ 17 આસામીઓને નોટિસ આપી મનાઇ હુકમ આપ્યો હતો.

જિલ્લા કલેકટરે પક્ષકારોના વકીલની દલીલોને ધ્યાનમાં રાખી સુનાવણીના અંતે તા. 11મીના રોજ તત્કાલિન મામલતદાર ચોટીલાના તા. 20-7-2017નો હુકમ રદ કરી 730 એકર જમીન સરકાર હિત પ્રસ્થાપિત કરી શ્રીસરકાર કરતો હુકમ આપ્યો હતો. સમાંતર રીતે અલગ-અલગ 17 જેટલા વેચાણોની હક્ક નોંધો પણ રિવિઝનમાં લઇને રદ કરતો ચુકાદો આપ્યો હતો. સરકારની કરોડોની જમીન રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પરત અપાવી હતી. બામણબોર જમીન કૌભાંડ અંતર્ગત 17 આસામીઓને જમીન વેંચી તેની નોંધ પણ પાડી દેવામાં આવ્યા બાદ કલેકટરે સમગ્ર કેસને રિવિઝનમાં લઇ નોંધ રદ કરી સરકાર હસ્તક પરત લીધી હતી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!