Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

ભાજપ એક્શન મોડમાં: વિધાનસભા ચૂંટણી આવતા રાજકોટમાં સદસ્‍યતા અભિયાન શરૂ, 18 વોર્ડના પ્રમુખને અપાયો ટાર્ગેટ, એક મહિના સુધી કસરત થશે

ભાજપ એક્શન મોડમાં: વિધાનસભા ચૂંટણી આવતા રાજકોટમાં સદસ્‍યતા અભિયાન શરૂ, 18 વોર્ડના પ્રમુખને અપાયો ટાર્ગેટ, એક મહિના સુધી કસરત થશે

આજથી 2 મહિના પૂર્વે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે ગુજરાત ભાજપના સાંસદો, ધારાસભ્યો, આગેવાનોની બેઠકમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં જ યોજવાનું ભારપૂર્વક નિવેદન કર્યું હતું. જેને પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યું હોય તેમ આજથી સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્‍યતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેને પગલે આજે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સદસ્‍યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં શહેરના 18 વોર્ડના પ્રમુખને એક મહિનાની અંદર વધુમાં વધુ લોકોને જોડાવાના ટાર્ગેટ અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

2019માં 4 લાખથી વધુ લોકોને ભાજપમાં જોડાયા
આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના આગેવાનોની ઉપસ્‍થિતિમાં આ સદસ્‍યતા અભિયાનનો પ્રારંભ થયો છે. 2019માં અમે 4 લાખથી વધુ લોકોને ભાજપમાં જોડી શક્યા હતા. જેથી આ વખતે 5 લાખ લોકો અમારા સદસ્ય બને એ દિશામાં આજથી કવાયત હાથ ધરવામાં આવશે.

નવા મતદારો અને યુવાનોને સભ્‍ય બનાવાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુવા મોરચા દ્વારા શહેરના શૈક્ષણીક સંકુલો, નવા મતદારો અને યુવાનોને સભ્‍ય બનાવવામાં આવશે તેમજ શહેર ભાજપના આગેવાનો દ્વારા વિવિધ સમાજના આગેવાનોને, સંસ્‍થાના હોદેદારોને, નામાંકિત કલાકારો, સી.એ, વકીલ, ડોકટરો, ઉદ્યોગપતીઓને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્‍ય બનાવી દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું ‘એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સપનાને સાકાર કરશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!