ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ગોળીબાર: 3ના મોત, એક શખ્સની ધરપકડ
ડેનિશ શહેર કોપનહેગનમાં રવિવારે મોડી રાત્રે એક શોપિંગ મોલમાં ગોળીબાર થયો હતો. ગોળીબારમાં 3 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. જો કે હજુ સુધી આ ઘટના અને આરોપી વિશે સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી. પોલીસે માત્ર ફાયરિંગની ઘટનાની પુષ્ટિ કરી છે. નાસભાગનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
રજાનો દિવસ હોવાથી મોલમાં ભારે ભીડ હતી.પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ફિલ્ડ્સ શોપિંગ મોલમાં એવા સમયે બની હતી જ્યારે રજાના કારણે ઘણા લોકો હાજર હતા. આ દરમિયાન અચાનક ફાયરિંગ અને ચીસોના અવાજો સંભળાયા. આ પછી નાસભાગ મચી ગઈ અને લોકો બહાર દોડી આવ્યા. મુખ્ય પોલીસ નિરીક્ષક સોરેન થોમસને એક ન્યૂઝ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી છે કે હુમલામાં ઘણા લોકોના મોત થયા છે અને વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે મૃતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા જણાવવી ખૂબ જ વહેલું છે.
પોલીસે આ ઘટનાના સંબંધમાં 22 વર્ષના ડેનિશ યુવકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે- અત્યારે એ કહી શકાય નહીં કે આ ઘટના ઘરેલું હિંસા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે. અમે બારીકાઈથી તપાસ કરી રહ્યા છીએ.
બ્રિટીશ પોપ સ્ટાર હેરી સ્ટાઈલ મોલની નજીક લગભગ 8 વાગ્યે (ભારતીય સમય મુજબ 11:30) રોયલ એરેનામાં પરફોર્મ કરવાના હતા. રોયલ એરેના ઘટનાસ્થળની નજીક છે. આ ગોળીબાર તેના પ્રદર્શન પહેલા જ થયો હતો. કોન્સર્ટના પ્રમોટર, લાઇવ નેશન,એ હજી સુધી તેના પર ટિપ્પણી કરી નથી. હેરી સ્ટાઇલના શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ઘટના પછીના ફોટામાં એક વ્યક્તિ ઘાયલ અને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
