પૂર્વ PM શિંજો આબેની હત્યાના બે દિવસ બાદ તેમના પક્ષ LDPની જાપાનમાં જીત
જાપાનમાં ઉચ્ચ સભાગૃહ માટે થયેલી ચૂંટણીમાં પૂર્વ પીએમ શિંજો આબેની પાર્ટી એલડીપીને બહુમત મળી છે. આ ચૂંટણી આબેની હત્યાના બે દિવસ બાદ થઈ હતી.
જાપાનમાં શાસકીય લિબરલ ડેમોક્રેટિક પાર્ટી - કોમિતો ગઠબંધને 76 બેઠક જીતીને ઉચ્ચ ગૃહમાં પોતાનુ બહુમત યથાવત રાખ્યુ. શિંજો આબેની પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શુક્રવારે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે સમયે તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
રવિવારે થયેલી જાપાનના ઉચ્ચ ગૃહની ચૂંટણીમાં 52.05 ટકા મતદાતાઓએ મતદાન કર્યુ હતુ. આ મતદાન 2019ની ચૂંટણી કરતા વધારે છે પરંતુ જાપાનના ચૂંટણી ઈતિહાસનુ બીજુ સૌથી ઓછુ મતદાન રહ્યુ. વડાપ્રધાન ફુમિયો કિશિદાની પાર્ટી એલડીપી પાસે 248 સભ્યોવાળા ઉચ્ચ સભાગૃહમાં 166થી વધારે બેઠક થઈ ગઈ છે. એલડીપી ગઠબંધનનુ 2013 બાદથી આ સૌથી સારુ પ્રદર્શન છે. જાપાનની પ્રમુખ વિપક્ષી બંધારણીય ડેમોક્રેટિક પાર્ટી પાસે 23 બેઠકો હતી, તે હવે 20ની નીચે પહોંચી ગઈ છે.
પીએમ કિશિદા અને અન્યના ચેહરા પર ખુશી જોવા મળી નહીં
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને એલડીપીના અન્ય પદાધિકારી રવિવારે રાતે મીડિયા સમક્ષ રજૂ થયા. તેમણે શિંજો આબેના નિધનનો શોક દર્શાવતી રિબન સાથે બ્લેક રંગની ટાઈ અને કપડા પહેર્યા હતા. આ નેતાઓએ મૌન રાખીને આબેને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે પીએમ કિશિદાએ આબેની તસવીર પર ગુલાબી ફુલ અર્પણ કર્યા તો તેમના ચહેરા પર જીતની ખુશી જોવા મળી નહોતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!