ઘંટેશ્વર, માધાપર, મોટામવા, વાવડી, કોઠારિયામાં 18 ટીપી સ્કીમ બનાવાશે
મહાનગરપાલિકા દ્વારા રાજ્યના મુખ્ય નગર નિયોજકને મુસદ્દો તૈયાર કરી પરામર્શ માટે મોકલાશે: તમામ વિસ્તારોમાં 1800 હેક્ટરની સ્કીમ બનાવાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ભળેલા ઘંટેશ્ર્વર, માધાપર, મોટામવા,વાવડી અને કોઠારિયામાં ખાલી પડેલી જગ્યા પર 18 ટીપી સ્કીમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આગામી મંગળવારે મળનારા મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જનરલ બોર્ડની મંજૂરી બાદ આ માટે પરામર્શ કરવા માટે રાજ્યના મુખ્ય નગર નિયોજકને મોકલવામાં આવશે. આ તમામ સ્થળોએ 100 હેક્ટરમાં ટીપી સ્કીમ બનાવવાનું આયોજન કરાયું છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં ભળ્યા બાદ ઘંટેશ્ર્વર, માધાપર, મોટામવા, વાવડી, અને કોઠારિયામાં 18 જેટલી ટીપી સ્કીમ બનાવવામાં આવશે. આ માટે તમામ વિસ્તારોની ટીપી સ્કીમ માટેનો મુસદ્દો તૈયાર કરીને રાજ્યના મુખ્ય નગર નિયોજકને પરામર્શ માટે મોકલવામાં આવશે. આ પછી મુખ્ય નગર નિયોજક દ્વારા પરામર્શ માટે બોલાવીને મંજૂરી આપે એ પછી ટીપી સ્કીમનો નકશો અને વિસ્તાર નક્કી કરવામાં આવશે. દરેક વિસ્તારોમાં 100 હેકક્ટર એટલે કે 10 હજાર ચોરસમીટરમાં આ ટીપી સ્કીમ બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગામી મંગળવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં મવડીમાં ટીપી સ્કીમ નં. 34, 35 અને 36માં મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા માટે દરખાસ્ત કરી છેે. આવી જ રીતે, નવી મુસદ્દારૂપ યોજનાઓ તૈયાર કરવા માટે પ દરખાસ્ત કરી છે. આ મુજબ ઘંટેશ્ર્વર, માધાપર, મોટામવા, વાવડી, કોઠારિયામાં 18 ટીપી સ્કીમ બનાવવાનો મુસદ્દો તૈયાર કરાશે.
મનપા દ્વારા 56 ટીપી સ્કીમ બનાવાઇ, 20 હજી પેન્ડિંગ
દરમિયાન મહાનગરપાલિકા દ્વારા આજ સુધીમાં 56 ટીપી સ્કીમ બનાવવામાં આવી છે. જેમાં હજી 20 ટીપી સ્કીમની દરખાસ્ત પેન્ડિંગ છે. આવા સંજોગોમાં આગામી મંગળવારની જનરલ બોર્ડની બેઠકમાં વધારાની ત્રણ ટીપી સ્કીમ બનાવવાનો ઇરાદો જાહેર કરવા અને ઘંટેશ્ર્વર, માધાપર, મોટામવા, વાવડી, કોઠારિયામાં 18 ટીપી સ્કીમ અલગ અલગ સ્થળે 18 ટીપી સ્કીમ બનાવવાની દરખાસ્ત કરી છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!