Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

સરકારે અનાજ, કરિયાણા પર 5% GST લાદતા રાજકોટમાં દાણાપીઠમાં દુકાનો બંધ કરી વેપારીઓએ વિરોધ કર્યો

સરકારે અનાજ, કરિયાણા પર 5% GST લાદતા રાજકોટમાં દાણાપીઠમાં દુકાનો બંધ કરી વેપારીઓએ વિરોધ કર્યો

કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કરીયાણા તથા આવશ્યક ચીજ વસ્તુઓ પર 5% GST લાદવામાં આવ્યો છે. જેને પગલે રાજકોટમાં આજે દાણાપીઠમાં વેપારીઓએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાયો હતો.

નિર્ણય પાછો નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી
આ અંગે વેપારી નલિનભાઈ બુદ્ધદેવે જણાવ્યું હતું કે, સરકારે અનાજ કઠોળમાં જે 5% GST લગાડ્યો છે તે ખોટું છે. આના કારણે વેપારીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એક તો અત્યારે ઓલરેડી ચીજો પર GST હતો. તેમાં 5% વધે એટલે અમારે ઘણી નુકસાનીનો સામનો કરવો પડે. હવે જો સરકાર તેનો નિર્ણય પાછો નહીં લે તો આગામી સમયમાં અમારા દ્વારા વધુ જલદ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ નિર્ણયના વિરોધમાં જ આજે અમે દુકાનો બંધ પાડી છે.

ગોંડલમાં પણ વેપારીઓએ વિરોધ દર્શાવ્યો
ગોંડલમાં પણ ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ દિલ્હી દ્વારા વેપાર ધંધા બંધના એલાનને સમર્થન આપી અનાજ-કઠોળના વેપારી અને માર્કેટ યાર્ડના વેપારીઓ આજે ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે ગોંડલ વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાએ જણાવ્યુ હતું કે, વેપારીઓને સરેરાશ 1થી 2% નફો મળતો હોય ત્યારે 5% GST કર બોજ વેપારી આલમની કમર ભાંગી નાખતો તઘલખી નિર્ણય છે. માટે આજે હોય ગોંડલનાં વેપારીઓ બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!