Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ગુજરાત ATSએ મુન્દ્રા બંદરેથી વધુ 350 કરોડનું હેરોઈન ઝડપ્યું

ગુજરાત ATSએ મુન્દ્રા બંદરેથી વધુ 350 કરોડનું હેરોઈન ઝડપ્યું

ગુજરાત ATSએ કચ્છમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં કચ્છના મુન્દ્રા બંદરેથી 70 કિલો હિરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSએ આ અંગે કાર્યવાહી હાથધરી છે.

રાજ્યમાં નશાનું દુષણ વધી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું હેરોઈન છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે હેરોઈન ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કોડે સપાટો બોલાવી કચ્છના મુન્દ્રા બંદરેથી વધુ 70 કિલો હિરોઈન જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડ રૂપિયા થાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કપડાની આડમાં હેરોઈનની દાણચોરી કરવામાં આવી હતી. આ જથ્થો દુબઈના જેબેલ અલી બંદરથી કન્ટેનરમાં આવ્યો હતો. ATSના અધિકારીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ પર હેરોઈન જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે વિશેષ તપાસ થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મુન્દ્રા બંદર પર હેરોઈનના જથ્થા અંગે ઈનપુટના આધારે ATS ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સાથે ઓપરેશન કરી રહી છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!