Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

હળવદ ટીકર ફાટકે અવાર નવાર ટ્રાફિકજામથી ભારે હાલાકી: લોકો હેરાન-પરેશાન

હળવદ ટીકર ફાટકે અવાર નવાર ટ્રાફિકજામથી ભારે હાલાકી: લોકો હેરાન-પરેશાન

હળવદ શહેરથી મઢુલી નજીક ટીકર જવાના રસ્તે આવેલ ફાટકે અવાર નવાર ટ્રાફિકજામ થવાથી વાહનચાલકો ને ભારે હાલાકી પડી રહી છે. આ ફાટકથી લગભગ 25 જેટલા ગામોના દરરોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. ફાટક બંધ થાય ત્યારે બંન્ને તરફ વાહનોની કતારો લાગે છે. ક્યારેક તો આ ટ્રાફિકનો સામનો દર્દીઓને કરવો પડી રહ્યો છે. તાજેતરમા જ દર્દીને હોસ્પિટલ લઇ જતી એમબ્યુલન્સ ટ્રાફિકમા ફસાઇ ગઇ હતી. ટીકર ફાટકે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવા અનેક રજુઆત કરવામા આવી છતા કોઇ કામગીરી કરવામા આવી નથી. અંતે લોકોને ટ્રાફિકમા સમય પસાર કરવા નો વારો આવ્યો છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!