Dark Mode
Monday, 23 December 2024
Logo banner

હળવદ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતોના બનાવો ટાળવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

હળવદ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતોના બનાવો ટાળવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

હળવદ પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર નીકળતા વાહન ચાલકોને રોડ સેફટી અને નિયમોની જાણકારી સાથે સાથે વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવી ફરજિયાત છે જે નિયમો બાબતે પણ માહિતગાર કરીને જેઓએ રેડિયમ પટ્ટી નહોતી લગાવી તેમના વાહનો પર પોલીસે રેડિયમ પટ્ટી લગાવી તેઓને જાગૃત કરવાં પ્રયત્ન કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા છ મહિનામાં જ ૬૦ જેટલા ગંભીર અકસ્માતો થયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે ઘણા પરિવારો બરબાદ થયા છે, જેની ગંભીરતા જોઈને લોકોમાં જાગૃતતા આવે અને રોડ સેફ્ટી અને આરટીઓ ના નિયમોનું પાલન કરે એવા હેતુથી મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ના માગૅદશૅન હેઠળ હળવદ પીઆઇ એમ.વી.પટેલ, પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા તથા સ્ટાફ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
રિપોર્ટ: અમિત વિંધાણી

હળવદ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતોના બનાવો ટાળવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!