Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

દેશના પ્રથમ મહિલા IPS કિરણ બેદી રાજકોટ જેલની મુલાકાતે: કેદીઓ સાથે પરિસંવાદ યોજી તેમના ઉદ્ધાર માટે જેલના અધિકારીઓ સાથે ચર્ચા કરી

દેશના પ્રથમ મહિલા IPS કિરણ બેદી રાજકોટ જેલની મુલાકાતે: કેદીઓ સાથે પરિસંવાદ યોજી તેમના ઉદ્ધાર માટે જેલના અધિકારીઓ સાથે ચર્ચા કરી

દેશનાં પહેલા મહિલા પોલીસ અધિકારી તરીકે નામ રોશન કરનાર નિવૃત્ત IPS અધિકારી કિરણ બેદી આજે રાજકોટ સેન્ટ્રલ જેલની મુલાકાતે આવ્યા હતાં. અગાઉ તિહાડ જેલમાં ફરજ બજાવનાર કિરણ બેદી રાજકોટ જેલના કેદીઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો અને જેલના કેદીઓના સુધારા માટે તેમણે માહિતી આપી હતી.

જેલના અધિકારીઓ સાથે ચર્ચા કરી
કિરણ બેદી જેલનાં કેદીઓના જીવનના સુધારાને લઈને દેશભરમાં એક મિશન ચલાવી રહ્યાં છે આ મિશનને અનુલક્ષીને તેઓ આજે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે જેલની મુલાકાતે આવ્યા હતા અને તેમણે રાજકોટ સેન્ટ્રલ જેલમાં અલગ અલગ ગુનામાં સજા ભોગવતા જેલના કેદીઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો અને જેલના કેદીઓને તેમના જીવનના આગામી વર્ષોમાં સુધારા અંગે અને જેલમાંથી છુટયા બાદ ગુનાહિત પ્રવૃતિ નહીં કરી નવું જીવન શરૂ કરી પરિવારની સાથે રહી કઈ રીતે કામ કરી શકાય તે સહિતની માહિતી તેમણે આપી હતી. રાજકોટ જેલના મહિલા કેદીઓના ઉદ્ધાર માટે પણ તેમણે જેલના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

હાલ કિરણ બેદી તેમના વિઝન ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટ જેલનાં કેદીઓ માટે મહત્વની માહિતી સાથે જેલની મુલાકાતે આવ્યા હતાં તેમની સાથે વિઝન ફાઉન્ડેશનના ડાયરેકટર મોનિકા ધવન સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!