રૂા.11.30 કરોડની ખોટી વેરા શાખ મેળવનાર જામનગરનાં વેપારી યોગેશ વોરાની ધરપકડ
સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
વિભાગ દ્વારા બોગસ બિલીંગના કેસો શોધી કાઢવા વિવિધ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. સદર દરોડાની કામગીરીમાં મોટા પ્રમાણમાં બોગસ પેઢીઓ મળી આવેલ. આ બોગસ પેઢીઓમાંથી બેનિફીશયરી વેપારીઓને સપ્લાય ઈન્વોઈસ ઈશ્યુ કરવામાં આવતા એનાલિસીસ કરી બોગસ બીલો થકી ખોટી વેરાશાખ ભોગવતા બેનિફીશયરી વેપારીઓની ઓળખ કરી યાદી તૈયાર ક્રવાની પ્રક્રિયા કરવામાં આવેલ.
જેમાંના 41 જેટલા વેપારીઓના 56 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં કુલ 48.14 કરોડની ખોટી રીતે વેરાશાખ ભોગવેલ હોવાનું એનાલીસીસથી સ્પષ્ટ થયેલ છે. આ કેસોમાં વેરાની વસુલાતની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તેમજ વેરાની સલામતી સારૂ કામ ચલાઉ ટાંચની કાર્યવાહી પણ કરવામાં આવેલ. વધુ ચકાસણીમાં ખોટી રીતે ભોગવેલ વેરાશાખનો આંકડો વધવાની પૂરી શકયતા છે.
તપાસો પૈકી જામનગર સ્થિત મે. વૈભવ ઈન્ડસ્ટ્રીઝમાં 19 જેટલી બોગસ પેઢીઓ પાસેથી માલની ભૌતિક રવાનગી કર્યા સિવાયના રૂા.62.78 કરોડના ખરીદીના વ્યવહારો મળી આવેલ જેના ઉપર કુલ 11.30 કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ હોવાનું જણાવેલ. જેથી વૈભવ ઈન્ડસ્ટ્રીઝના માલિક યોગેશભાઈ નગીનદાસ વોરાની જીએસટી એસીટીની કલમ 69 હેઠળ ગત તા.6/7ના રોજ ધરપકડ કરેલ છે. આરોપી યોગેશભાઈ નગીનદાસ વોરાને જામનગર ખાતેની ચીપ જુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરી 14 દિવસના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવેલ છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!
