Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

જાપાનના 67 વર્ષના પૂર્વ વડાપ્રધાન પર હુમલો: છાતીમાં બે ગોળી લાગી, લોહીથી લથબથ હોસ્પિટલ લઈ જવાયા, હુમલા બાદ હાર્ટ-એટેક આવ્યો

જાપાનના 67 વર્ષના પૂર્વ વડાપ્રધાન પર હુમલો: છાતીમાં બે ગોળી લાગી, લોહીથી લથબથ હોસ્પિટલ લઈ જવાયા, હુમલા બાદ હાર્ટ-એટેક આવ્યો

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવાર સવારે નારા શહેરમાં ગોળીબાર થયો છે. ચૂંટણી કેમ્પેન દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને પાછળથી 2 ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગતાં તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. તેમને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમની સ્થિતિને લઈને અલગ અલગ જાણકારી સામે આવી રહી છે.

જાપાનના મીડિયા મુજબ, આબેના હાર્ટે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. બાકીનાં અંગો પણ કામ કરી રહ્યાં નથી. આ તરફ ન્યૂઝ એજન્સીએ તેમના મોતની આશંકા વ્યક્ત કરી છે.

આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ આવ્યો અને તેઓ ઢળી પડ્યા હતા. શરૂઆતમાં તેમને છાતીમાં ગોળી મારવાના અહેવાલો આવ્યા હતા, જોકે તેમને પાછળથી બે ગોળી મારવામાં આવી છે. તેમની સારવાર નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા તેમના ખબરઅંતર પૂછવા માટે પહોંચી ગયા છે.

હાર્ટ-એટેક પણ આવ્યો
જાપાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગોળી વાગ્યા બાદ 67 વર્ષના શિન્ઝો આબેને હાર્ટ-એટેક પણ આવ્યો છે, જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

પોલીસે ઘટનાસ્થળેથી 42 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી છે. તેની પાસેથી બંદૂક મળી આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ગોળી કોણે અને શા માટે ચલાવી એ પણ સ્પષ્ટ નથી.

શિન્ઝો આબેને પાછળથી બે ગોળી વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આબેની હાલત નાજુક છે, કારણ કે તેમનું ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આબે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા
જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે. આબે નારા શહેરમાં ચૂંટણીપ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા. હુમલા બાદ સ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે, જેમાં સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાપાનના 67 વર્ષના પૂર્વ વડાપ્રધાન પર હુમલો: છાતીમાં બે ગોળી લાગી, લોહીથી લથબથ હોસ્પિટલ લઈ જવાયા, હુમલા બાદ હાર્ટ-એટેક આવ્યો

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!