Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

આવતીકાલે જસદણ પ્રાંત ઓફીસે યોજાશે લોકદરબાર: જસદણ-વિછીયા તાલુકાના પ્રશ્નોનું કરાશે નિરાકરણ

આવતીકાલે જસદણ પ્રાંત ઓફીસે યોજાશે લોકદરબાર: જસદણ-વિછીયા તાલુકાના પ્રશ્નોનું કરાશે નિરાકરણ

તમામ તાલુકાઓમા તબક્કા વાર લોકદરબાર યોજાશે: પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા સંબંધિત વિભાગોમાં કડક સૂચના આપવામાં આવશે : પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર,પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ઉપપ્રમુખ સવિતાબેન વસાણી ઉપસ્થિત રહેશે

રાજકોટ: રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી, શાસક પક્ષ નેતા વિરલભાઈ પનારા, દંડક અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા, દક્ષાબેન પરેશભાઈ રાદડિયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે ગ્રામ્ય પ્રજાના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ માટે રાજકોટ જીલ્લા પંચાયત ખાતે દર સોમવારે લોકદરબાર યોજાઈ રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ નવા આયામો અને વિવિધ વિકાસશીલ યોજનાઓ દ્વારા એક નવું જ હકારાત્મક વાતાવરણ ઉભું કર્યું છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ના નેતૃવત્વમાં ભારતીય જનતા પાર્ટી ખુબ મજબુત બની છે અને જન-જન ની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં કાર્યો કરી રહી છે.

ત્યારે આવતીકાલે તા. ૨૯/૬/૨૨ ના જસદણ પ્રાંત ઓફીસ ખાતે બપોરે ૩.૦૦ કલાકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ઉપપ્રમુખ સવિતાબેન વસાણીની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના પ્રશ્નો સરળતાથી રજુ કરી શકે તે માટે લોકદરબાર યોજવામા આવશે આ લોકદરબાર માં જસદણ- વિછીયા વિસ્તારના ગ્રામજનોના વિકાસના કામો સહીતના પ્રશ્નો સાંભળી તેનું સ્થળ ઉપર જ નિરાકાર લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય જનતાનો સવાઁગી વિકાસ એજ એકમાત્ર લક્ષ્ય એમ અંતમાં ભૂપતભાઈ બોદરની યાદીમાં જણાવાયું હતું. આ લોક દરબારમાં જસદણ વિછીયા વિસ્તારના સંગઠનના હોદેદારો આગેવાનો તથા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રેહશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!