Dark Mode
Monday, 23 December 2024
Logo banner

ઉમરગામથી કચ્છ સુધી 2400 કરોડના ખર્ચે 1630 કિમીનો દેશનો સૌથી લાંબો કોસ્ટલ કોરીડોર બનશે

ઉમરગામથી કચ્છ સુધી 2400 કરોડના ખર્ચે 1630 કિમીનો દેશનો સૌથી લાંબો કોસ્ટલ કોરીડોર બનશે

ભાવનગર, પોરબંદર, સોમનાથ, જામનગર, માળીયા વગેરેને પણ પ્રોજેક્ટમાં લાભ
પ્રવાસન તથા પરિવહન-ઔદ્યોગિકીકરણનો ઉદ્દેશ : 3 તબક્કાના પ્રોજેક્ટમાં 2400 કરોડનો ખર્ચ થશે

ઔદ્યોગિક-વિકસીત રાજ્ય ગણાતા ગુજરાતમાં વધુ એક નવો મહત્વનો પ્રોજેક્ટ શરુ થવાનો છે જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધી કોસ્ટલ કોરીડોર તૈયાર થશે. 2400 ક રોડના ખર્ચે 1630 કિલોમીટરના આ કોરીડોરમાં દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ ઉપરાંત ભાવનગર, પીપાવાવ, સોમનાથ, પોરબંદર, જામનગર, માળીયા સહિતનાં શહેરોને લાભ મળશે.

ગુજરાતમાં પ્રવાસન અને ઔદ્યોગિક આર્થિક પ્રવૃતિને વેગ આપવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા 1630 કિલોમીટરની લંબાઈનો ભારતનો સૌથી મોટો કોસ્ટલ કોરીડોર હાઈવે તૈયાર કરવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વડાપ્રધાન ગતિશક્તિ યોજના હેઠળ હાથ ધરાનારા આ પ્રોજેક્ટમાં હાઈવેની બંને બાજુએ ઔદ્યોગિક અને તેને સંલગ્ન પ્રવૃતિઓ માટે જમીન ખુલ્લી રાખવામાં આવશે. રાજ્ય સરકારે પ્રથમ તબકકામાં 300 કિલોમીટરના કામ માટેની તૈયારી શરુ કરી દીધી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત અને ભરુચ જિલ્લાઓને આવરી લેવામાં આવનાર છે.

રાજ્ય સરકારના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ભારતનો આ સૌથી લાંબો કોસ્ટલ કોરીડોર હશે. 1630 કિલોમીટરની લંબાઈમાંથી 140 કિલોમીટર ગ્રીન ફીલ્ડ કોસ્ટલ એરીયા તરીકે વિકસાવવામાં આવશે જ્યારે બાકીના 1490 કિલોમીટર નોર્મલ રોડ હશે. આ કોસ્ટલ હાઈવે 10 મીટરથી વધુ પહોળો હશે અને 3 ડ્રાઈવીંગ લેન હશે. અત્યારે આ રોડની પહોળાઈ 5 મીટરથી પણ ઓછી છે. કોસ્ટલ કોરીડોરની આસપાસની જમીનોને બફર એરીયા જાહેર કરવામાં આવશે અને ભવિષ્યનાં વિકાસ માટે અનામત રાકવામાં આવશે. આ પ્રોજેક્ટ વાસ્તવમાં કોસ્ટલ હાઈવે કોરીડોર બનશે.

આ સમગ્ર પ્રોજેક્ટ માટે 2400 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને 3 વર્ષમાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 300 કિલોમીટરનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. દરિયાઈ પ્રવાસન, ટ્રાન્ખસપોર્ટ અને અન્ય આર્થિક પ્રવૃતિઓને વેગ આપવા આ પ્રોજેક્ટનો ઉદેશ છે. કોસ્ટલ નિયમન, પર્યાવરણના કાયદાઓ સહિતનાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિસ્તૃત પ્લાન ઘડી લેવામાં આવ્યો છે. પ્રોજેક્ટમાં કોઇ વિલંબ ન થાય તે માટે સંબંધીત વિભાગોના ક્લીયરન્સ પણ મેળવવામાં આવ્યા છે.

હાઈવે પરના તમામ પોઇન્ટ હાઈટાઈડ લેવલથી 500 મીટર રાખવામાં આવ્યા છે એટલે ત્યાંથી પસાર થનારા લોકો દરિયાઈ સૌંદર્યનો આનંદ મેળવી શકે. તમામ પ્રવાસન સ્થળો તથા ઔદ્યોગિક વસાહતોને આ કોરીડોર સાથે સાંકળી લેવાનો સરકારનો ઇરાદો છે. પ્રવાસન તથા અન્ય વિભાગો દ્વારા પણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યાં છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!