Dark Mode
Tuesday, 24 December 2024
Logo banner

માલદીવમાં યોગ દિવસ કાર્યક્રમમાં ઉપદ્રવ: ઈસ્લામિક કટ્ટરપંથીઓએ યોગ કરી રહેલા લોકો પર હુમલો કર્યો, રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા

માલદીવમાં યોગ દિવસ કાર્યક્રમમાં ઉપદ્રવ: ઈસ્લામિક કટ્ટરપંથીઓએ યોગ કરી રહેલા લોકો પર હુમલો કર્યો, રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા

આજે વિશ્વભરમાં 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે માલદીવની રાજધાની માલેના ગોલેલ્હૂ નેશનલ ફુટબોલ સ્ટેડિયમમાં યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વચ્ચે ઈસ્લામિક કટ્ટરપંથીઓએ એક ગ્રુપે સ્ટેડયમમાં હુમલો કરી દીધો. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.

કાર્યક્રમ દરમિયાન અચાનક 100થી વધુ લોકો સ્ટેડિયમમાં ઝંડો લઈને દોડતાં ઘૂસી ગયા અને લોકોને ભગાડ્યા. આ દરમિયાન કટ્ટરપંથીઓએ સ્ટેડિયમમાં લગાડવામાં આવેલા યોગ અંગેના પોસ્ટર-બેનર અને બોર્ડ તોડી નાખ્યા. એટલું જ નહીં આ લોકોએ કેમેરામાં રેકોર્ડ કરી રહેલા લોકો પર પણ હુમલો કર્યો.

કટ્ટરપંથીઓએ પોતાના હાથમાં કેટલાંક બેનર અને પોસ્ટર રાખ્યા હતા. જેના પર યોગના વિરોધમાં લખાણો લખવામાં આવ્યા હતા. જેના પર અંગ્રેજીમાં લખ્યું હતું- 'યોગ ઈઝ શિર્ક' એટલે કે 'ઈસ્લામમાં યોગ કરવા પાપ છે.'

અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ
આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિંહે આ અંગે તપાસના આદેશ આપી દીધા છે. તેમને કહ્યું- માલદીવ પોલીસે સવારે ગોલોલ્હૂ સ્ટેડિયમમાં થયેલી ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે, અન તેના માટે જવાબદાર લોકોને કાયદા હેઠળ લાવવામાં આવશે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!