મવડીના ઉદયનગરમાં દબાણ હટાવ સામે રોષ: મનપાની પીછેહઠ
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા આજે ભર ચોમાસે શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં ડીમોલીશન કરવા પહોંચી જતાં મહિલાઓ રોડ પર આવી ગઇ હતી. અને એક તબક્કે પરિસ્થિતિ વણસે તેવી ઉગ્રતા ફેલાઇ જતાં માલવીયા નગર પોલીસ દોડી ગઇ હતી. જોકે મનપા તંત્રએ પણ પીછેહઠ કરવી પડી હતી. અને દબાણ દુર ર્ક્યા વગર જ ટીમ પરત ફરી હતી. મહાનગરપાલિકા દ્વારા મવડીમાં ઉદયનગર શેરી નં.2માં આવેલું ગેરકાયદે દબાણ હટાવવા માટે આજે ટીમ પહોંચી હતી. પણ, ચોમાસની ઋતુમાં દબાણ હટાવવા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. અને મહિલાઓ રોડ પર આવી ગઇ હતી. એક તબક્કે રહેવાસીઓ દ્વારા ચક્કાજામની તૈયારી કરાતા પોલીસ પણ દોડી ગઇ હતી. જો કે, મનપા તંત્ર કોઇ કામગીરી ર્ક્યા વગર જ પરત ફરી જતાં મામલો થાળે પડ્યો હતો.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!