Dark Mode
Monday, 23 December 2024
Logo banner

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસે ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ પર હુમલો

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસે ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ પર હુમલો

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસે હોટલ નજીક નાસતા ફરતા આરોપી હોવાની ટંકારા અને એલસીબીની ટીમને બાતમી હતી જેથી કરીને આરોપીઓને પકડવા માટે ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસ ઉપર હુમલો કરી પોલીસ જવાનને માથામાં લાકડી મારીને ઝપાઝપી કરીને ધમકી આપી હતી જેથી ટંકારા પોલીસ સ્ટેશને બે શખ્સોની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી વિગત મુજબ એ ડિવિઝન, બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી નવઘણ મોહનભાઈ બાંભવા ભરવાડ (ઉંમર 29) રહે. મોરબી બાયપાસ રોડ તુલસી પાર્ક સોસાયટી અને મચ્છલાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરુ ભરવાડ (ઉંમર 21) રહે. રાજકોટ કાલાવડ રોડ કોટેચા ચોક નાલંદા સોસાયટી શેરી નં-5 મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ નજીક દ્વારકેશ હોટલ પાસે હોવાની હકીકત મળી હતી.

જેના આધારે આરોપીને પકડવા ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ ત્યાં સ્થળ ઉપર ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસની સાથે ધક્કા મૂકી કરી હતી. ત્યારે નવઘણ બાંભવાએ પોલીસ જવાન વિપુલભાઈ બાલાસરાને માથાના ભાગે ડાબી બાજુ લાકડી મારી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભોગ બનેલા વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા (ઉંમર 30)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવઘણ અને મચ્છલા ઉર્ફે લાલો સામે કલમ 186, 332, 504, 506 (2) અને જીપીએફ કલમ 135 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવ્યા હતા ત્યારે તેને મોરબી પોલીસની કમગિરિની સમિક્ષા કરીને પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, મોરબી જીલ્લામાં ક્રાઇમ રેટ ઘટ્યો છે જો કે, જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓ દ્વારા એલસીબી અને ટંકારા પોલીસ ઉપર જે રીતે હુમલો કરવામાં આવેલ છે તે જોતાં ક્રાઇમ રેટ ઘટ્યો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!