Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

ઓસમ ડુંગરના સાંનિધ્યમાં "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી કરવામાં આવી

ઓસમ ડુંગરના સાંનિધ્યમાં

"પ્રવાસન સ્થળ એવા પૌરાણિક ઓસમ પર્વત ઉપર અને તળેટીમાં યોગ સાધના"

રાજકોટ: "વિશ્વ યોગ દિન"નું આરોગ્ય માટે વિશેષ મહત્વ છે. ત્યારે ઐતિહાસિક અને પૌરાણિક એવા કુદરતી વાતાવરણથી ભરપુર પાટણવાવના ઓસમ પર્વત પર યોગ સાધના કરીને "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે તળેટીમાં ગ્રામજનો, આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા યોગાસનો કરવામાં આવ્યા હતા. તેમજ ઓસમ પર્વત ઉપર ઉપલેટા કોલેજના વિદ્યાર્થીઓએ યોગ સાધનાથી "વિશ્વ યોગ દિવસ" ઉજવ્યો હતો. આ તકે પાટણવાવ સરપંચશ્રી પ્રવીણભાઈ પેથાણી. પી.એસ.આઈ જી.જે.ઝાલા, ભરત ભટ્ટ, ડો. હર્ષ સંઘવી, પરેશ ખોરશિયા, ડૉ. મનસુખ પેથાણી, ઉપલેટા કોલેજ પ્રોફેસરશ્રી બુટાણી, વિનું કનેરિયા, જયશ્રી ગઢીયા સહિત મહાનુભાવો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!